________________
૨૯૮
સંબોધ પ્રકરણ ' વિશેષાર્થ–પૂર્વપક્ષ– જેનું પ્રાયશ્ચિત્ત લીધું હોય તે દોષ ફરીફરી પણ સેવે તો એનું પ્રાયશ્ચિત્ત કુંભારના મિથ્યા દુષ્કૃતની જેમ નકામું ન થાય? માટે જ વીતરાગસ્તોત્રમાં દુષ્કૃત ગ અંગે કહ્યું છે કે
मनोवाक्कायजे पापे कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ १७-२ ॥
હે ભગવન્! કરણ-કરાવણ-અનુમોદનથી અને મન-વચનકાયાથી થનારા દુશ્ચિતન, દુર્ભાષણ અને દુરાચરણરૂપ પાપમાંથી મેં પૂર્વે જે દુષ્કતો કર્યા હોય તે ફરી ન થાય તે રીતે મિથ્યા થાઓ.” .
અહીં ફરી ન થાય તે રીતે પાપો મિથ્યા થાઓ.” એનું એ જ પાપ વારંવાર કરે અને વારંવાર એની આલોચના લે એનો શો અર્થ?'
ઉત્તરપક્ષ પહેલા નંબરમાં તો જેની આલોચના કરી તે દોષનું ફરી સેવન ન થવું જોઈએ. બીજા નંબરમાં જેની આલોચના કરી તે દોષનું ફરી ભાવથી સેવન કરવાની ભાવનાન હોવી જોઈએ. જે દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય તે દોષ તેવા પ્રકારના સંયોગ આદિના કારણે ફરી પણ વારંવાર સેવાય તો પણ જો તે દોષનું ફરી ભાવથી સેવન કરવાની ભાવના ન હોય અને તેથી તીવ્ર-ભાવથી દોષ ન સેવે તો તે પ્રાયશ્ચિત્ત પણ સાચું છે.
જેમ કે કોઈ વ્યક્તિ ક્રોધ થઇ જવાથી ક્રોધનું પ્રાયશ્ચિત્તલે છે, પણ ફરી ક્રોધ થઈ જાય છે, અને ફરી પ્રાયશ્ચિત્ત લે છે. અહીં જો તેને ક્રોધ પ્રત્યે અરુચિભાવ હોય અને આદરભાવન હોય તો તેનું પ્રાયશ્ચિત્ત સાચું છે. આ વિષે ગુરુતત્ત્વવિનિશ્ચયના ચોથા ઉલ્લાસમાં (ગાથા-૨૩) કહ્યું છે–
કર્મક્ષય માટે તત્પર બનેલા બકુશ નિગ્રંથની નિત્ય વ્યસનસમાન બનેલી ઉત્તરગુણસેવા નિરુપક્રમી તેવા પ્રકારના ચારિત્રમોહનીય કર્મરૂપ દોષથી કરાયેલી છે, પણ ઉત્કટ ભાવથી કરાયેલી નથી. કારણ કે, બકુશનિગ્રંથને સંજવલન સિવાય અન્ય કષાયનો ઉદય હોતો નથી. (તેથી તેને તીવ્રભાવથી દોષસેવન ન હોય.) આમ, તેની ઉત્તરગુણ પ્રતિસેવામંદભાવથી કરાયેલી હોવાથી તેના ચારિત્રનો ઘાત કરતી નથી. વળી તેને દોષસેવન પ્રત્યે અનાદર હોય, અર્થાત્ પ્રાયશ્ચિત્ત દ્વારા દોષની શુદ્ધિ કરવાના પરિણામ હોય. તેથી પણ ઉત્તરગુણ પ્રતિસેવા “મંત્રશક્તિથી યુક્ત વિષ જેમ પ્રાણનો નાશ કરતું નથી” તેમ ચારિત્રનો ઘાત કરતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org