________________
૨૯૬ .
સંબોધ પ્રકરણ આદિ ઉત્પન્ન થાય છે. ૩. આત્મપરનિવૃત્તિ=સ્વ-પર દોષની નિવૃત્તિ થાય છે. એ રીતિએ કે–આલોચકને પોતાના દોષો ટળે છે અને તેને જોઈને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય તેથી બીજાઓના પણ દોષો ટળે છે. ૪. આર્જવ યથાસ્વરૂપમાં દોષો સ્વમુખે કહેનારના માયા-કપટનો નાશ થાય છે. પ. શોધિ=દોષરૂપ મેલ જવાથી “આત્માની શુદ્ધિ થાય છે. ૬. દુષ્કરણ દુષ્કર કાર્ય થાય છે, કારણ કે દોષો સેવવા દુષ્કર નથી, એ તો અનાદિના અભ્યાસથી સહુથી થાય છે, પણ આલોચના કરવી અતિદુષ્કર છે, કારણ કે–મોક્ષનો સાધક એવો અત્યંત વર્ષોલ્લાસ પ્રગટ્યા વિના આલોચના થઇ શકતી નથી. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે–તં નવુai = ડિવિઝ, તે ડુeat. નં સM ગાતોફઝરૂ ત્તિ છે અર્થાત્ તે દુષ્કર નથી કે અપરાધ કરવા, દુષ્કર તો તે છે કે–પોતે કરેલા અપરાધને સમ્યફ રીતિએ સ્વમુખે જાહેર કરવા. માટે જ તે અત્યંતર તપ છે. “સમ્યગુ આલોચના કરવી તે માસક્ષમણ' વગેરે બીજા બાહ્ય અનેક પ્રકારના તપ કરતાં પણ પ્રાયશ્ચિત્ત' નામનો તપ અતિદુષ્કર છે. ૭. આજ્ઞા=શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે અને ૮. નિઃશલ્યપણું=આત્મા શલ્ય રહિત થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ર૯મા અધ્યયનમાં કહ્યું છે કે'आलोयणयाए णं भंते ! जीवे किं जणइ ? आलोयणयाए णं मायानियाणमिच्छा-दंसणसल्लाणं अणंतसंसारवड्डणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणयइ । उज्जुभावं पडिवन्ने अ णं जीवे अमायी इत्थीवेअं नपुंसगवेअं च न बंधइ, पुव्वबद्धं च णं निज्जरेइ' इति । અર્થાત–હે ભગવંત ! આલોચના કરવાથી જીવ શું મેળવે છે? ઉત્તરમાં ભગવંત કહે છે કે–આલોચના કરવાથી જીવ અનંતસંસારને વધારનારાં “માયા નિયાણ અને મિથ્યાદર્શન' એ ત્રણેય શલ્યોનો ઉદ્ધાર) નાશ કરે છે અને આત્માનો ઋજુ (સરલ) ભાવ પ્રગટ કરે છે. એ ઋજુભાવને પામેલો જીવ તેથી માયારહિત બને છે અને તેથી સ્ત્રીવેદ-નપુંસકવેદ (જેવાં દુષ્ટ) કર્મોને બાંધતો નથી તથા પૂર્વે બાંધ્યા હોય તેની પણ નિર્જરા કરે છે.” વગેરે આલોચના કરવાથી ઘણા ગુણો થાય છે. (૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org