________________
૧૫
સમ્યકત્વ અધિકાર
વિશેષાર્થ– કોઈ જીવ આગામી ભવના દેવ કે નારકના આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમકિત પામે, તો તે મરીને દેવ કે નારકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જાય, એમ તેનો ત્રીજા ભવે મોક્ષ થાય. કોઈ જીવ અસંખ્યાત વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધીને પછી શાયિક સમકિત પામે તો તે મરીને યુગલિકમાં તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મોક્ષે જાય, એમ ચોથા ભવે મોક્ષે જાય. જે જીવે સંખ્યાતા વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિક સમકિત પામી શકતો નથી. જેણે ' આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ) ક્ષાયિક સમકિત પામે તો ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને તે જ ભવમાં મોક્ષે જાય. (૨૬)
सम्मत्तंमि उ लद्धे, विमाणवज्जं न बंधए आऊ। तिरिमणुओ देवो पुण, नराउमवि चउगइ सबद्धाऊ ॥२७॥ सम्यक्त्वे तु लब्धे विमानवजं न बध्नात्यायुः। તિર્થમનુનો સેવઃ પુનર્નવાયુ વસ્તુતિઃ સવાયુઃ II ર૭ . .... ૮૮૬
ગાથાર્થ– સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે તિર્યંચો અને મનુષ્ય વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય ન બાંધે, અને દેવ મનુષ્યનું આયુષ્ય બાંધે. જેણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં આયુષ્ય બાંધી દીધું હોય તે જીવ મરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે. (૨૭).
सम्मत्तंमि य लद्धे, पलियपहुत्तेण सावओ हुज्जा। चरणोवसमखयाणं, सागरसंखंतरा हुँति ॥२८॥ सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवेद्। વરોવરમાણ સારાંયાના મવતિ | ર૮ .૮૨૦
ગાથાર્થ– ગ્રંથિભેદથી ભાવ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંત:કોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બે થી નવ પલ્યોપમ જેટલી કર્મ ૧. શ્રી દુપતસૂરિજી, શ્રી કૃષ્ણજી વગેરે ક્ષાયિક સમકિતી પાંચમાં ભવે મોક્ષમાં જશે, એમ પણ પ્રસિદ્ધ છે. શ્રી દુષ્પહસૂરિજી પૂર્વ ભવે ભાવિક સમકિત પામીને દેવલોકે ગયા છે. ત્યાંથી અવી પાંચમા આરાને અંતે અહીં મનુષ્ય થશે, છતાં તે કાળે મોક્ષને યોગ્ય સંઘયણાદિ સામગ્રીના અભાવે પુનઃ દેવલોકમાં ઉત્પન્ન થઈને ફરી મનુષ્યભવ પામી મોક્ષે જશે. એ પ્રમાણે પાંચમા ભવે મોક્ષ થશે. શ્રી કૃષ્ણજી માટે પણ એ રીતિએ પાંચ ભવો મનાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org