________________
૨૮૨ •
સંબોધ પ્રકરણ ગાથાર્થ–એકેદ્રિય, બેઇંદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય અને અસંજ્ઞીપંચેંદ્રિય જીવોને એક પણ સમ્યક્ત્વ તદુભવિક ન હોય. પૂર્વે (=પ્રસ્તુત ગાથાની પૂર્વે) કહેલા બધા જ જીવોને પરભવિક સમ્યકત્વ હોય.
વિશેષાર્થ– એકેદ્રિયથી અસંજ્ઞીપચંદ્રિય સુધીના જીવોને પરભવિક પણ ત્રણમાનું એક પણ સમ્યક્ત્વ ન હોય. એથી પૂર્વે કહેલા એટલે પ્રસ્તુત ગાથાની પૂર્વે કહેલા વૈમાનિક દેવો વગેરેને પરભવિક સમ્યકત્વ હોઈ શકે છે. (૪૫)
उवसमखायगवेयय, अपुग्गलाइं च तह अवेइयाई। पुग्गलवेयं खाओवसमं तेणित्ति तद्दिट्टी ॥ ४६॥ उपशम-क्षायिक-वेदकानि अपुद्गलानि च तथाऽवेदितानि । पुद्गलवेदं क्षायोपशमं तेनेति तदृष्टिः ॥ ४६ ॥ १४७२
ગાથાર્થ– ઓપશમિક, ક્ષાયિક અને વેદક એ ત્રણ સમ્યકત્વ પુદ્ગલથી (=કર્માણુઓથી) રહિત હોય છે અને તેથી જીવ વડે તેના પુદ્ગલો વેદાયા નથી. ક્ષાયોપથમિક સમ્યકત્વ પુગલોના (=કર્માણુઓના) અનુભવવાનું હોય છે. તેથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન વેદક એવી સંજ્ઞાવાળું છે. જીવસમાસની ૭૯મી ગાથાની ટીકામાં વ્યુત્પત્તિસિદ્ધ અર્થ જણાવતાં કહ્યું છે કે જેમાં શુદ્ધ એવા સમ્યકત્વ પુજના યુગલો વેદાય અનુભવાય તે વેદક સમ્યકત્વ અર્થાત્ ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય છે. (૪૬)
उवसमपुग्गलजणियं, भणियं जं तत्थ सहियसासाणं । उभयविहीणं विवागपएसवेयणपसाहिकयं ॥ ४७ ॥ उपशमपुद्गलजनितं भणितं यत् तत्र सहितं सास्वादनम् ।
મર્યાવિહીન વિપાઝપ્રવેશવેનપ્રણાધિકૃતમ્ II ૪૭ I.... - ૨૪૭રૂ ગાથાર્થ– સાસ્વાદન સમ્યકત્વ ઉપશાંત થયેલા પુદ્ગલોથી ઉત્પન્ન કરાયું હોવા છતાં પુદ્ગલોથી સહિત કહ્યું છે. કારણ કે ઉપશમ સમ્યકત્વ ૧. વેદક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા પુદ્ગલોની અવસ્થારૂપ છે. (જુઓ સમ્યક્ત્વ અધિકાર ગાથા-૨૧) આ વ્યાખ્યા પ્રમાણે વેદક સમ્યકત્વમાં પુદ્ગલોનું વેદન હોવા છતાં માત્ર એક સમયરૂપ હોવાથી તેની વિવક્ષા નથી કરી એમ સમજાય છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org