________________
મિથ્યાત્વ અધિકાર
૨૭૫
છે, તે જીવનું તે યથાપ્રવૃત્તિકરણ ચરમ યથાપ્રવૃત્તિકરણ છે. ચરમ એટલે છેલ્લું. છેલ્લે યથાપ્રવૃત્તિકરણ તે ચરમ યથાપ્રવૃત્તિકરણ છે. એકવાર અપૂર્વકરણ થયા પછી જીવને ક્યારેય યથાપ્રવૃત્તિકરણ થતું નથી.
પ્રશ્ન- જીવ ગ્રંથિદેશે કેટલો કાળ રહે ?
ઉત્તર– જીવ જધન્યથી એક અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય વર્ષો સુધી ગ્રંથિદેશે રહે છે. (બૃહત્કલ્પ ગાથા-૧૦૪) આનો અર્થ એ થયો કે ગ્રંથિદેશે આવેલા જીવનું યથાપ્રવૃત્તિકરણ ચરમ હોય તો પણ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તુરત જ રાગ-દ્વેષની ગાંઠને ભેદે એવો નિયમ નથી. પણ ભેદશે અને સમ્યક્ત્વને પામશે એ વાત ચોક્કસ છે. (૨૯)
घणरागदोसगंठिं, भिंदइ पावेइ तच्चसम्मत्तं । पच्चुब्भडपावपरीभवाणुबंधी किच्चाओ विरमेइ ॥ ३० ॥
घनरागदोषग्रन्थि भिनत्ति प्राप्नोति तथ्यसम्यक्त्वम् । પ્રત્યુભટપાપપરિમવાનુવન્વિત્યેો વિરમતિ ॥ ૩૦ ..............
ગાથાર્થ ચરમ યથાપ્રવૃત્તિકરણમાં રહેલો તે જીવ તીવ્ર રાગ-દ્વેષરૂપ ગાંઠને ભેદે છે, અને પારમાર્થિક (ભાવ) સમ્યક્ત્વને પામે છે. હવે તે અતિપ્રબલ પાપોથી જીવનો જે પરાજય=તિરસ્કાર થઇ રહ્યો છે તે પરાજયનો અનુબંધ કરનારાં કાર્યોથી અટકી જાય છે, અર્થાત્ હવે તે પાપનો અનુબંધ કરાવે તેવાં પાપકાર્યો કરતો નથી. (૩૦)
सम्मत्तंमि उलद्धे, जइवि गुणा हुंति नोवि पुव्वुत्ता । તહ વિ હૈં સંવિધ્નપદ્, રમડ઼ે મુવમેના ॥ રૂશ્ II सम्यक्त्वे तु लब्धे यद्यपि गुणा भवन्ति नापि पूर्वोक्ताः । तथापि खलु संवेद्यपदे रमते मोक्षार्थमेकार्थम् ॥ ३१ ॥ ગાથાર્થ— જો કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે કોઇ જીવમાં પૂર્વોક્ત ક્ષમા વગેરે (બધા) ગુણો ન પણ હોય, તો પણ તે એક મોક્ષ માટે જ વેદ્યસંવેદ્યપદમાં રમે છે.
१४५७
Jain Education International
For Personal & Private Use Only
................................
www.jainelibrary.org