________________
૨૭૪
સંબોધ પ્રકરણ इत्याद्यनेकप्रवचनगुणविधिनिरतः (प्र)नमनतत्परः ।। વેદ્યપત્તિો વિપરીતોડવેદ્ય પદયુp: I ૨૮ / ૨૪૧૪
ગાથાર્થ– શાસ્ત્રોક્ત (સ્વોત્કર્ષનો અભાવ) ઇત્યાદિ અનેક ગુણોને કરવામાં=પાળવામાં તત્પર હોય અને નમવામાં તત્પર હોય. વેદ્યસંવેદ્યપદના લક્ષણોથી યુક્ત જીવ આવો હોય. અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવ આનાથી વિપરીત હોય.
વિશેષાર્થ– આનો ભાવાર્થ એ છે કે અવેદ્યસંવેદ્યપદ યુક્ત જીવમાં જે દોષો હોય તે દોષો આઠમા દષ્ટિયુક્ત નામના મિથ્યાત્વમાં ન હોય. કારણ કે અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવનાં અહીં જે દોષો જણાવ્યા છે તે દોષવાળો જીવ સમ્યકત્વ પામવાને લાયક નથી. જ્યારે આઠમા દષ્ટિયુક્ત મિથ્યાત્વવાળો જીવ સમ્યક્ત્વ પામવાને લાયક છે. અલબત્ત, આ જીવ અવેદ્યસંવેદ્યપદમાં જ રહેલો છે. કારણ કે મિથ્યાદષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદ હોય. આમ છતાં તેનામાં અહીં જણાવેલા દોષો ન હોય, આ જીવ વેદ્યસંવેદ્યપદ પામવાની લાયકાત ધરાવે છે. એથી ઉપચારથી અવેદ્યસંવેદ્યપદથી યુક્ત કહી શકાય. (જુઓ યો.દ.સ. ૬૭) (૨૮) इच्चाइच्चयणमइओ, निच्छयववहारपक्खवाओ य । चरिमावत्ते चरिमं, करणं करे सो दिट्ठी ॥२९॥ इत्यादिचयनमतिको निश्चय-व्यवहारपक्षपातश्च । વરમાવર્તે વરમં વારમાં જતિ સ દષ્ટિ II ર I . . १४५५ ગાથાર્થ– ઇત્યાદિ ગુણોનો સંગ્રહ કરવામાં મતિવાળો અને નિશ્ચયવ્યવહાર ઉભયનો પક્ષપાતી તે મિથ્યાષ્ટિ જીવ ચરમ પુદ્ગલપરાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણ કરે છે.
વિશેષાર્થ– જે યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય તેને ચરમ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે, પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિને વધારી દે છે, પણ જે જીવ જે યથાપ્રવૃત્તિકરણ પછી અવશ્ય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગાંઠને ભેદે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org