________________
૨૬૮
સંબોધ પ્રકરણ
કારણ. ઉપાદાન કારણને સહાયભૂત થનાર કારણ સહકારી કારણ છે. જેમ કે ઘડો બનવામાં માટી ઉપાદાન કારણ છે, અને ચક્ર વગેરે સહકારી કારણ છે. પ્રસ્તુતમાં આત્મા પોતે જ સમ્યફદષ્ટિ બને છે માટે સમ્યકત્વ રૂપ કાર્યમાં આત્મા ઉપાદાન કારણ છે. શાસ્ત્રવાંચન વગેરે તેમાં સહાયભૂત બને છે માટે શાસ્ત્રવાંચન વગેરે સહકારી કારણ છે. ઉપાદાનકારણ અને સહકારી કારણ એ બેમાં ઉપાદાનની મુખ્યતા છે. ઉપાદાન જો યોગ્ય ન હોય તો સહકારી કારણો મળવા છતાં કાર્યન થાય. જો માટી જ યોગ્ય ન હોય તો ચક્ર વગેરે કારણો હોવા છતાં માટીમાંથી ઘડો ન બને. લોઢું સુવર્ણ બને તેમાં લોઢું ઉપાદાન કારણ છે. પારસમણિ સહકારી કારણ છે. લોઢું યોગ્ય હોય ( કટાયેલું ન હોય) તો જ પારસમણિના સ્પર્શથી સુવર્ણરૂપે બને. કટાયેલું લોઢું અયોગ્ય છે. તેમ પ્રસ્તુતમાં સમ્યક્ત્વ પામવામાં આત્મા ઉપાદાન કારણ છે. શાસ્ત્રવાંચન વગેરે સહકારી કારણ છે. અભવ્ય જીવનો આત્મા જ અયોગ્ય છે. તેથી શાસ્ત્રવાંચન કરવા છતાં સમ્યક્ત્વ ન પામે. અભવ્ય જીવ દીક્ષા લઇને નવપૂર્વથી પણ અધિક ભણે છે, છતાં સમ્યત્વ ન પામે. (૧૫)
आगमपारसफासेण, सिद्धत्तं नो लहिज्ज कइयावि। जइ अस्थि नाणदंसणलक्खणगुणसंमओ आया ॥१६॥ आगमपारसस्पर्शेन सिद्धत्वं न लभेत कदापि । યતિ જ્ઞાન-નન્નક્ષળલુણસંમત માત્મા II ૬ .... - ૨૪૪૨
ગાથાર્થ અભવ્ય જીવ આગમરૂપ પારસમણિના સ્પર્શથી પણ સિદ્ધિગતિને પામતો નથી. જો આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ ગુણવાળો અભિપ્રેત (=માન્ય) હોય તો સિદ્ધિગતિ થાય. (પણ અભવ્યને તેવો આત્મા અભિપ્રેત નથી.) (૧૬)
आभिणिवेसियवज्जं चहा मिच्छंपि मज्झओ एसिं । जीवाणमणाइनिहणमणंतपुग्गलपरं हुज्जा ॥१७॥ आभिनिवेशिकवर्ज चतुर्धा मिथ्यात्वमपि मध्यत एतेषाम् । નીવાનામનિધનમનન્તપુતપરાવર્ત ભવેત્ II ૨૭ - ૨૪૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org