________________
૧૧
સમ્યકત્વ અધિકાર
पूर्वमपूर्वकरणेनान्तरकरणेन वा कृतत्रिपुञ्जः । રોનિને શુદ્ધાળુવેરો ભવતિ | ૨૮ I. ....૮૮૦
ગાથાર્થ (સિદ્ધાંતના મતે) અનાદિ મિથ્યાષ્ટિ જીવ તથા પ્રકારના વિશિષ્ટઅધ્યવસાયથી અપૂર્વકરણ દ્વારા ત્રણ પુંજ કરે અને તેમાંના શુદ્ધપુંજને વેદતો અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ લાયોપથમિક સભ્યત્વને પામે. અથવા પૂર્વે કહ્યું તેમ અંતરકરણ કરે અને અંતરકરણ વડે કોદ્રવના દષ્ટાંતથી ત્રણ પુંજ કરે. અંતરકરણ પૂર્ણ થતાં ત્રણ પુંજમાના શુદ્ધપુંજને અનુભવતો લાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. (૧૮) मिच्छत्तं जमुइण्णं, तं खीणं अणुइअंच उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१९॥ मिथ्यात्वं यदुदीर्णं तत्क्षीणमनुदितं चोपशान्तम् । મિત્રીજવપરાતં વેદ્યમાન શાયોપમન્ II 99 II .૮૮૨
ગાથાર્થ–જેમિથ્યાત્વ ઉદયમાં આવ્યું તે ક્ષયને પામ્યું અને જે મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું તે ઉપશમને પામ્યું. આ પ્રમાણે જે ક્ષય અને ઉપશમ એમ.મિશ્રભાવરૂપે પરિણમેલું છે અને વર્તમાનમાં (સમ્યક્ત્વમોહનીયરૂપે) વેદાઈ રહ્યું છે તે (=સમ્યક્ત્વ મોહનીય) ક્ષાયોપથમિક સમ્યક્ત્વ છે.
વિશેષાર્થ- અહીં મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ સમજવું. જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું છે=જેનામાં ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થઈ છે તેવું થયું છે, અર્થાત્ ઉદયાવલિકામાં રહેલું છે, તે ક્ષય પામ્યું અને જે ઉદયમાં નથી આવ્યું તે ઉપશાંત છે. અહીં ઉપશાંતના બે અર્થ છે. એક અર્થ—જેનો ઉદય અટકી ગયો છે તે ઉપશાંત. બીજો અર્થ– જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તે ઉપશાંત. જેનો ઉદય અટકી ગયો છે તેવું ઉપશાંત એટલે બાકી રહેલું (=સત્તામાં પડેલું) મિથ્યાત્વ. જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તેવું ઉપશાંત એટલે મદન-કોદ્રવના દૃષ્ટાંતથી ત્રણ પુજના ન્યાયથી શુદ્ધ કરેલું (સમ્યકત્વ મોહનીયરૂપ) સમ્યક્ત્વ જ જાણવું. (અહીં મિથ્યાત્વના રિસનો ઉપશમ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org