________________
લેશ્યા અધિકાર
૨૨૧ એ બેનો પરસ્પર સંબંધ છે. તેમ આત્માના ભાવોથી દ્રવ્યલેશ્યા અને દ્રવ્યલેશ્યાથી આત્માના ભાવો એમ દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાનો પરસ્પર સંબંધ છે. કાશ્મણ વર્ગણાની અંતર્ગત કૃષ્ણાદિ વર્ણવાળા દ્રવ્યો દ્રવ્યલેશ્યા છે અને એ દ્રવ્યોના સંસર્ગથી થતા આત્માના ભાવો ભાવલેશ્યા છે. દ્રવ્યલેશ્યાના સ્વરૂપ અંગે જુદા જુદા મતભેદો છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યા કામણવર્ગણાની અંતર્ગત દ્રવ્યસ્વરૂપ છે એમ જણાવ્યું છે. દ્રવ્યલેશ્યાના સંબંધથી થતો આત્મપરિણામ એ ભાવલેશ્યા છે. આમાં કોઈ મતભેદ નથી. દ્રવ્યલેશ્યાના સ્વરૂપ અંગેના મતભેદો ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના ચોથા ઉલ્લાસની ૧૭૭મી ગાથા-ટીકામાં જણાવ્યા છે. તથા પન્નવણા ઉપાંગના ૧૭મા લેશ્યાપદમાં ટીકામાં પ્રારંભમાં જ આ અંગે ચર્ચા કરી છે અને દ્રવ્યલેશ્યા યોગાંતર્ગત દ્રવ્ય સ્વરૂપ છે એમ સિદ્ધ કર્યું છે. (૨). (વિદંતા નહી) जह जंबुपायवेगो, सुपक्कफलभारनमियसाहग्गो। दिटो छहिं पुरुषेहि, ते बिंति जंबू भक्खेमो ॥३॥ यथा जम्बुपादपे एकः सुपक्वफलभारनमितशाखाग्रः । દષ્ટ પદ્મ પુર્વક તે વૃવતે નતૂર્થક્ષયામ: II રૂ ..... ૨૨૮૭ ગાથાર્થ ભાવલેશ્યાને સમજવા માટે દાંત આ પ્રમાણે છેજંગલમાં ગયેલા પુરુષોએ સારી રીતે પાકેલા ફળોના ભારથી સર્વાગોમાં નમી ગયેલા એક જંબૂવૃક્ષને જોયો. એકે કહ્યું: આપણે શું કરીએ? તેમણે કહ્યું આપણે જાંબુ ખાઇએ. ' વિશેષાર્થ– સંપૂર્ણ દષ્ટાંત આ પ્રમાણે છે
કોઈ છ માણસો અટવીમાં ભૂલા પડ્યા, ભૂખ્યા થયેલા તેઓએ જ્યારે ચારેય બાજુ નજર ફેંકી, ત્યારે એક પાકેલા ફળોથી યુક્ત જાંબૂનું વૃક્ષ - જોયું. આનંદમાં આવી એક બોલ્યો કે–કાપો ઝાડને મૂળમાંથી, નાંખો નીચે, કે જેથી સુખપૂર્વક જાંબૂ ખાઈ શકીએ. બીજો બોલ્યો કે–આવું મોટું વૃક્ષ ફરી ક્યારે ઉગે ? માટે મોટાં ડાળાં જ કાપો, કારણ કે–જાંબૂ તો ડાળાં ઉપર જ છે ને? ત્રીજો બોલ્યો કે–મોટાંડાળાં પણ ઘણાં વર્ષો પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org