________________
શ્રાવક વ્રત અધિકાર
૧૯૧ ૨૨. ચલિત રસ- જેનો રસ એટલે સ્વાદ ફરી ગયો હોય અને ઉપલક્ષણથી જેના વર્ણ-ગંધ-સ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, તે વસ્તુઓ ચલિત રસ કહેવાય છે. કુથિત-કોહેલું અન્ન-રસોઇ, વાસી (આગળના દિવસે પાણી સહિત રાંધેલું) અન્ન, ગોરસ સાથેનું કઠોળ-દ્વિદળ, વાસી નરમ (લોચા) પુરી, પાણીમાં રાંધેલો વાસી ભાત, તાંદળા, કોદરા વગેરેમાં અનેક જીવો ઉત્પન્ન થઈ જાય છે.' ૧. ચલિત રસ સંબંધી બહુ કાળજી રાખવા જેવી છે. મીઠાઇ, ખાખરા વગેરેનો ચોમાસામાં ૧૫
દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ (મહિના)નો કાળ કહ્યો છે. તેમાં નવી-જૂની વસ્તુ ભેગી થયા કરે અને વાસણ સાફ કર્યા વિના નવી વસ્તુઓ તેમાં ભરે તો નવી પણ અભક્ષ્ય થઈ જાય. તેમાંય લોટ તો ખોરો થાય કે ધનેરાં, ઈયળો વગેરે જીવોની ઉત્પત્તિ થાય, તો ચાળીને પણ વાપરવો ઉચિત નથી, જીવોત્પતિ ન થઈ હોય ત્યારે પણ વારંવાર ચાળીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘઉં, ચણા વગેરે કરતાં બાજરાનો લોટ જલદી ખોરો થઈ જવાથી વહેલો અભક્ષ્ય બને છે. બજરનો લોટ તો અભક્ષ્ય છે જ. જલેબીનો આથો રાત્રે કહોવડાવવાથી તેમાં ત્રસ જીવો ઉપજે છે અને તેથી તે અનાવરણીય (વજય) છે. લીલો-સૂકો હલવો, બદામનો હલવો વગેરે પદાર્થો લોટ બે-ત્રણ દિવસ સડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય છે. દૂધીનો હલવો તે જ દિવસે ભક્ષ્ય છે, પછી વાસી થાય છે, માવો-બને તે દિવસે ભક્ષ્ય છે. માવાની બનેલી ચીજો પેંડા, બરફી, ઘારી, જાંબૂ વગેરેમાં ચાસણી કાચી રહે તો અભક્ષ્ય છે, કારણ કે–જેમાં માવો કાચો રહે છે કે માવો જેમાં કાચો જ વપરાય છે તે અભક્ષ્ય છે, ડેરીઓનો માવો કે તેની બનેલી વસ્તુઓ અભક્ષ્ય થવા સંભવ છે. નજરે બનાવેલી પાકા માવાની વસ્તુ પાકી ચાસણીયુક્ત હોય તો તે ભક્ષ્ય ગણાય છે. કેટલાક અન્યાયી વેપારીઓ રતાળુ, બટેટા, વગેરેને બાફીને માવામાં ભેળવે છે, તે માવો ખાવાથી અનંતકાયના ભક્ષણનો દોષ લાગે છે. કેરી, આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણી બરાબર ન હોય તો અભક્ષ્ય થવા સંભવ છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બદલાતાં જ તે અભક્ષ્ય થાય છે-એમ સેનપ્રશ્નમાં કહ્યું છે. સેવ, વડી, પાપડ, ખેરો, સાળવડાં, ખીચીયા વગેરે ખાસ ઉનાળામાં જલદી સૂકાઈ જાય તેવા દિવસોમાં સૂર્યોદય પછી જ લોટ બાંધીને બનાવવા
વ્યાજબી છે, જે સૂર્યાસ્ત પહેલાં સંપૂર્ણ સૂકાઈ જવાથી વાસીભક્ષણનો દોષ લાગે નહિ. આ • બધી ચીજોમાં ચોમાસામાં લીલ-ફૂગ થઈ જવા સંભવ છે, માટે તે ચોમાસા પહેલાં સમાપ્ત થાય તેટલા પ્રમાણમાં જ બનાવવી વ્યાજબી છે. સેકેલો પાપડ બીજે દિવસે વાસી ગણાય છે, તળેલો પાપડ બીજે દિવસે વપરાય છે. દૂધપાક-બાસુદી-શ્રીખંડ-મલાઈ વગેરે બધી વસ્તુઓ બને તે દિવસે જ ભક્ષ્ય છે, રાત્રિ જતાં તે વાસી થાય છે. કેરી-આર્કા નક્ષત્રમાં સૂર્ય સંક્રમ થાય ત્યારથી અભક્ષ્ય કહી છે, તો પણ જે કેરીનો સ્વાદ ઊતરી ગયો હોય, જે ગંધાઈ ગઈ હોય, જે ભડદાં બની ગયાં હોય, તે તો આદ્ર પહેલાં પણ અભક્ષ્ય છે. કેરીમાં ઘણી વખત ઇયળો નીકળે છે. ચૂસીને ખાવાથી તેની જયણા થઈ શકતી નથી, હિંસા થાય છે અને રોગોત્પત્તિ થાય છે. વસ્તુતઃ જૈન આચારો સ્વરૂપે જ આરોગ્યનું શરીરપુષ્ટિનું સાધન છે. તેને છોડીને આરોગ્ય કે પુષ્ટિના અન્યાન્ય ઉપાયો કરવા તે પાવલી કમાવા જતાં પંદરને ગુમાવવા જેવું છે અને અધર્મ-કર્મબંધ વગેરે થાય તે વધારામાં. માટે સુખના અર્થીએ જૈન આચારોને સાચવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ચટણી બનાવતાં પાણી કે દાળીયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org