________________
૧૯૦.
સંબોધ પ્રકરણ નીકળતા અંકુરા, જ્યારે ચણા, મગ વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે, ત્યારે તે વધુ વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અંકુરાઓ નીકળે છે (પછી તેની દાળ બનાવી હોય કે શાક તરીકે બાહ્યાં હોય તો પણ તેનું ભક્ષણ કરનારને અનંતકાયભક્ષણનો દોષ લાગે છે, માટે તે બહુ વખત પલાળી રાખવા નહિ, પરધર્મીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તો નિયમભંગ થવા સંભવ છે). (૨૭) ઢwવત્યુલ=વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે, તે પ્રથમે ઉગતી વખતે અનંતકાય છે અને કોમળતા મટી કઠિન બને ત્યારે પ્રત્યેક ગણાય છે. (૨૮) શૂકરવલ્લી તેને “શ્કરવાલ-શૂકવેલી' પણ કહે છે, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે. (ધાન્યમાં જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી). (૨૯) પલ્લંક તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે. (૩૦) કુણી આંબલી=જેમાં ઠળીયા-બીજ ન થયાં હોય તેવા કુણાં આંબલીના કાતરા અનંતકાય છે. (૩૧) આલુકંદ જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે અને (૩૨) પિંડાળુ ડુંગળી નામે પ્રસિદ્ધ છે. એ પણ કંદ છે. આ બત્રીશ નામો શાસ્ત્રપ્રસિદ્ધ છે. (વર્તમાનમાં આ પ્રકારો પૈકી કેટલાક નામો અન્ય દેશોમાં પ્રસિદ્ધ હોય કે બદલાઈ ગયાં હોય એમ સમજાય છે.) આ સિવાયનાં બીજા પણ શાસ્ત્રાનુસારે અનંતકાયનાં લક્ષણો જેમાં ઘટતાં હોય તે અનંતકાય જાણવા. (૯૦૯૧-૯૨-૯૩-૯૪)
गूढसिरसंधिपव्वं, सच्छीरंजं च होइ निच्छीरं। समभंगं छिन्नरुहं, साहारणसरीरयं जाण ॥९५ ॥ गूढसिरसन्धिपर्व सत्क्षीरं यच्च भवति निःक्षीरम् । સમમ છિદં સાધારણશીર્જ નાની િ 9, II. ૨૨૨૫
ગાથાર્થ– જેનાં પાંદડાં વગેરેમાં નસો, (કુઆર વગેરેમાં) સાંધા અને (શેરડી વગેરેમાં) પર્વો-ગાંઠો ગુણ હોય, અર્થાત્ જેના નસો, સાંધા, ગાંઠો પ્રગટ ન થયા હોય તે, જે દૂધ સહિત હોય કે દૂધ રહિત હોય તે, વળી ભાંગતા જેના સરખા ભાગ થાય છે, જે છેદવા છતાં ઊગે, એવા લક્ષણવાળી વનસ્પતિને તું અનંતકાય જાણ. (૯૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org