________________
શ્રાવક વ્રત અધિકાર
૧૮૯ કાંટાવાળાં લાંબા પરનાળના આકારના હોય છે. (૯) થોહર=દરેક જાતિના થોરીયા, જેનાથી ખેતર વગેરેની વાડો કરવામાં આવે છે તે હાથીયા, કાંટાળા વગેરે જાતિના થોરીયા અનંતકાય છે, તેને ખૂહીવૃક્ષ પણ કહે છે. (૧૦) ગડૂચી દરેક જાતિની ગળોના વેલા જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. (૧૧) લસણ. (૧૨) વંશકારેલ કોમળ નવાવાસનો અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે. (૧૩) ગાજર=પ્રસિદ્ધ છે. (૧૪) લવણક=લૂણી નામની વનસ્પતિવિશેષ. જેને બાળવાથી સાજીખાર બને છે. (૧૫) લોઢક-પદ્મિની નામની વનસ્પતિનો કંદ (પાણીમાં પોયણાં થાય તે). (૧૬) ગિરિકર્ણિકા એક જાતિની વેલડી (કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને “ગરમર' પણ કહે છે. (૧૭) કિસલય પત્રો દરેક વનસ્પતિનાં પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાનાં કોમળ પાંદડાં અને દરેક બીજમાંથી પ્રથમ નીકળતા અંકુરાઓ, તે અનંતકાય જ હોય છે, જયારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિનાં હોય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય, બીજા તો અનંતકાય જ રહે, જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલાં જાડાં પત્રો અનંતકાય હોય છે, તેમ દરેક વનસ્પતિનાં પણ પ્રથમ ઉગતાં પત્રો અનંતકાય હોય છે અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હોય છે, (૧૮) ખરસઇઓકંદવિશેષ, જેને “કસેરૂ ખીરિંશુક પણ કહે છે. (૧૯) ભેગની ભાજી=પ્રસિદ્ધ છે, તેનો પોંખ પણ થાય છે, જે જુવારના જેવો ચોમાસામાં ઘણા સ્થળોએ વેચાય છે. (૨૦) લીલી મોથ પ્રસિદ્ધ છે, જે જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (૨૧) લવણ નામના વૃક્ષની છાલ તેને ભ્રમર વૃક્ષ પણ કહે છે, છાલ સિવાય તેનાં બાકીનાં અંગો પ્રત્યેક વનસ્પતિ છે. (૨૨) બિલ્લાહડોકપિલુડનામે કંદ, લોકમાં તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવેલ=ને નામનો વેલો. (૨૪) મૂળાનો કંદ પ્રસિદ્ધ છે. (મૂળાનાં કંદ સિવાયનાં ડાંડલી, ફૂલ, પત્ર, મોગરા અને દાણા-એ બધાંય અંગો પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી કહેવાય છે, તે બંને પ્રકારનો પણ અનંતકાય જ છે). (૨૫) ભૂમિહ– જેને લોકોમાં ભૂમિફોડા નામ છે, તે ચોમાસામાં થાય છે-તેને બિલાડીનો ટોપ પણ કહે છે, કે જે છત્રના આકારે હોય છે. (૨૬) વિરૂઢ કઠોળમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org