________________
સમ્યકત્વ અધિકાર
ગાંઠને છેદવાનો ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવો પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કોઈ સત્ત્વશાળી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વીયલ્લાસ પ્રગટે છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાના તીવ્ર વર્ષોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તેવો વીયલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વર્ષોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ અહીં કહ્યું છે કે–“ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે.”
અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ એટલે સમ્યકત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. આનું ‘અનિવૃત્તિ એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાયો સમ્યક્ત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ.' અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યકત્વ પામે છે.
અંતરકરણ– અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે.
અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિકો વિનાની સ્થિતિ. અનિવૃત્તિકરણમાં રહેલો જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દિલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વ કર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વ કર્મનાં દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે.
અંતરકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ ૧. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા ફરતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org