________________
૧૮૨ .
- સંબોધ પ્રકરણ
પણ સ્વજ્ઞાનબળથી કુંથુઆ, ફૂગ વગેરે જીવોને જાણી શકે છે, છતાં તેઓ પણ રાત્રિભોજન કરતા નથી. (૧) જો કે દીપક વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે (મોટા જીવો, દેખી શકાય, તોપણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભોજન આચર્યું નથી, માટે અનાચરણીય હોવાથી તેનેતજવું જ જોઈએ, કારણ કેરાત્રિભોજનથી મૂળવ્રતોની પણ વિરાધના થાય છે. (૨) તથા– સૂર-વ-ભાગ-ઇ-શર-શૂરા.. કાદ-વૃશ્ચિક-થા, ગાયનો ત્રિમોનનાર્ ૨
(મીમારત જ્ઞાનપર્વ મ-૭૦ નોજ-ર૦૩) “રાત્રિભોજન કરનારાઓ અન્ય ભવે ઘુવડ, કાગડા, બીલાડા, ગીધ, ભૂંડ, સાપ અને વિછી કે ગીરોલીના અવતારો પામે છે. (કારણ કેપ્રાયઃ જીવને વર્તમાન ભવમા જેવી પ્રવૃત્તિ ગમતી હોય તેવા જીવનવાળો અન્ય ભવ મળે છે.)”
અન્ય દર્શનવાળાઓ પણ કહે છે કેमृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते कथम् ? ॥१॥
(માડેયપુર -રર રશ્નો-૩૦) रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च । रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २ ॥ अस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥ ३ ॥
(માર્તડેયપુરા -૩૪ પ્રશ્નો-રૂ) “એક સ્વજન માત્ર અસ્ત (મરણ) પામ્યો હોય તો પણ સૂતક લાગે છે, (ખાન-પાન કરી શકાતાં નથી), તો દિવાનાથ-સૂર્ય અસ્ત પામે ત્યારે ભોજન કેમ જ કરાય? (૧) રાત્રિએ પાણી લોહી સમાન બને છે અને ખોરાક માંસરૂપ બને છે, જેથી રાત્રિભોજનમાં આસક્ત મનુષ્યને રાત્રિએ પાણી કે ખોરાક વાપરવાં તે માંસભક્ષણ બરાબર છે. (૨) માર્કણ્ડ મહર્ષિએ સૂર્યાસ્ત થયે છતે પાણીને લોહી કહ્યું છે, અને અન્નને માંસસમાન કહ્યું છે. (૩)”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org