________________
૧૮૩
શ્રાવક વ્રત અધિકાર
સ્કન્દપુરાણમાં પણ રુદ્રના બનાવેલા સૂર્યની સ્તુતિરૂપ સ્તોત્રમાં કહ્યું છે કેएकभक्ताऽशनान्नित्यमग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥१॥
(સંપુરા -૭ -૨૨ ફ્લોવર-ર૩) “હંમેશાં એક જ વખત ભોજન કરનારો અગ્નિહોત્ર યજ્ઞનું ફળ પામે છે અને સૂર્યાસ્ત પહેલાં (દિવસે) જ ભોજન કરનારો હંમેશાં તીર્થયાત્રાનું ફળ પામે છે.”
नैवाहुतिर्न च स्वानं, न श्राद्धं देवतार्चनं । दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ॥१॥
(યોગશાસ્ત્ર, રૂ-) “રાત્રિએ હવન કરવાનું, સ્નાન કરવાનું, શ્રાદ્ધ (પિતૃતર્પણ) કરવાનું, દેવપૂજનનું કે દાન દેવાનું વિધાન નથી, અર્થાત્ એટલાં કાર્યો રાત્રિએ કરવાનો નિષેધ છે અને ભોજનનો તો રાત્રિમાં વિશેષતયા એટલે સર્વથા નિષેધ કરેલો છે.” : આયુર્વેદમાં પણ કહ્યું છે કેहनाभिपद्मसङ्कोच-श्चण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥१॥
(યોગશાસ્ત્ર, ૦૨-૬૦) શરીરમાં બે કમળો છે, એક હૃદયકમળ અને બીજું નાભિકમળ; સૂર્ય અસ્ત થવાથી તે બંને કમળો સંકોચાઈ જાય છે, તે કારણથી તથા સૂક્ષ્મ જીવો ખાવામાં આવી જાય તે કારણથી પણ રાત્રિએ ભોજન કરવું જોઈએ નહિ.”
આમ જૈન શાસ્ત્રોમાં અને લૌકિક શાસ્ત્રોમાં પણ (અનેક રીતિએ) રાત્રિભોજનનો ત્યાગ કરવા જણાવેલું છે, માટે વિવેકી મનુષ્ય રાત્રિએ ચારેય આહારનો ત્યાગ કરવો જોઈએ; કદાચ તેમ કરવું અશક્ય હોય તો પણ અશન અને ખાદિમ, એ બંનેનો ત્યાગ તો કરવો જ જોઈએ. સ્વાદિમમાં પણ સોપારી વગેરે દિવસે બરાબર જોઇ-તપાસી રાખ્યાં હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org