SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત અધિકાર ૧૮૧ ગાથાર્થ– “રાત્રિએ રાક્ષસો વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર (જ્યાં-ત્યાં) સ્વેચ્છાએ ફરે છે, તે પણ રાત્રિભોજન કરનારને છળે છે (ઉપદ્રવ કરે છે).” વિશેષાર્થ-બીજી વાત એ પણ છે કે રાત્રિએ ખાવામાં રસોઇ વગેરે કાર્યો પણ રાત્રે કરવાં પડે એથી તેમાં પણ છએ કાયના જીવોની હિંસા થાય. તે સિવાય વાસણ ધોવાં વગેરેથી પણ પાણીમાં રહેલા ત્રસ) જીવોનો નાશ, પાણી ફેંકી દેતાં જમીનમાં રહેલા કુંઆ-કડીઓ આદિ જીવોનો નાશ, વગેરે અનેક પ્રકારે ત્રસકાયનો પણ નાશ થાય; માટે તે જીવોની રક્ષા માટે પણ રાત્રિભોજન છોડવું જરૂરી છે. કહ્યું છે કે– (૮૨) जीवाणं कुंथुमाईण घायणं भाणधोयणाईसु। एमाइ रयणीभोयणदोसे को साहिउं तड़॥८३॥ जीवानां कुन्थुमादीनां घातनं भाजनधावनादिषु । વિમાદિ રણની મોગનલોડા વ યિતું તરતિ | ૮રૂ II ૨૨૦૨ ગાથાર્થ– “ભાજન ધોવા વગેરેમા કુંથુઆ આદિ જીવોની ઘાત થાય, વગેરે રાત્રિભોજનના ઘણા દોષોને કોણ કહેવા સમર્થ છે? (અર્થાત્ રાત્રિભોજનના ઘણા દોષો છે, તેનું મુખેવર્ણન કરતાં પાર આવે તેમ નથી.)” ( વિશેષાર્થ– જો કે લાડુ વગેરે તૈયાર મીઠાઈ તથા ખજુર, દ્રાક્ષ વગેરે - પદાર્થો રાત્રિએ ખાવામાં રસોઈ કરવાની હોતી નથી અને વાસણ ધોવાં વગેરે આરંભ પણ થતો નથી, છતાં તેના ઉપર ચઢેલા કુંથુઆ કે તેમાં થઈ ગયેલી તડ્વર્ણ લીલફૂગ વગેરે પ્રકાશ હોવા છતાંય રાત્રિએ ન દેખાવાથી તેની હિંસા થઈ જાય, માટે તેવી વસ્તુઓનું પણ રાત્રિભોજન તજવું જોઇએ. નિશીથભાષ્યમાં ગા૦ ૩૩૯૯-૩૪૦૦થી કહ્યું છે કે जइ वि हु फासुगदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पच्चक्खनाणिणोऽवि हु, राइभत्तं परिहरंति ॥ १ ॥ जइ वि हु पिवीलिगाई, दीसंति पईवमाइ (जोइ) उज्जोए । તવ નું માફ, મૂળવવાદU/TVT () I ૨ . જો કે લાડુ વગેરે પદાર્થો પ્રાસુક (દિવસે બનાવેલા અચિત્ત) હોય, તો પણ (રાત્રિએ) તેમાં ચઢેલા કુંથુઆ, પનક (ફૂગ) વગેરે જીવો બરાબર જોઈ શકાતા નથી. (અવધિ, મન:પર્યવ કે કેવલજ્ઞાનવાળા) પ્રત્યક્ષ જ્ઞાનીઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy