________________
૧૬૮ .
સંબોધ પ્રકરણ ગાથાર્થ-જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતભૂમિ છે. જેમાં આકાશના (વર્ષાદના) પાણીથી ખેતી થાય તે કેતુભૂમિ છે. જેમાં વાવ આદિ અને આકાશ (વર્ષાદ)ના એમ બંનેના પાણીથી ખેતી થાય તે સેતુ-કેતુ ભૂમિ છે. વાસ્તુ એટલે ઘેર, ગામ, નગર વગેરે (વસવા લાયક) પ્રદેશ. ઘરના ખાત, ઉછિત અને ખાતોધૃિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભોયરું વગેરે. ખાત છે. જે જમીનની ઉપર હોય તે ઘર-દુકાન-મહેલ વગેરે ઉછિત છે. ભોંયરા આદિ સહિત ઘર વગેરે ખાતોધૃિત છે. (૬૧)
जह जह अप्पो लोहो, जह जह अप्पो परिग्गहारंभो। तह तह सुहं पवड्डइ, धम्मस्स य होइ संसिद्धी ॥६२॥ यथा यथाऽल्पो लोभो यथा यथाऽल्पो परिग्रहारम्भः । तथा तथा सुखं प्रवर्धते धर्मस्य च भवति संसिद्धिः ॥ ६२ ॥..... ११८२
ગાથાર્થ– જેમ જેમ લોભ અલ્પ થાય અને જેમ જેમ પરિગ્રહનો આરંભ ઘટે, તેમ તેમ સંતોષનું) સુખ વધે અને આત્મ)ધર્મની સિદ્ધિ થાય. (૬૨)
आरोग्गसारियं माणुस्सत्तणं सच्चसारिओ धम्मो। विज्जा निच्छयसारा, सुहाई संतोससाराई॥६३ ॥ आरोग्यसारिकं मानुष्यत्वं सत्यसारिको धर्मः । વિદ્યા નિશયાઈ સુવાનિ સંતોષસારણ II દૂર .......... .... ૨૨૮૩
ગાથાર્થ માનવદેહનો સાર આરોગ્ય, ધર્મનો સાર સત્ય, વિદ્યાનો સાર (તત્ત્વનો) નિશ્ચય અને સુખનો સાર સંતોષ છે, અર્થાત્ સુખનું મૂળ સંતોષ છે. (૬૩)
तिरियं अहो य उड्डूं, दिसिवयसंखा अइक्कमे तिण्णि। दिसिवयदोसा सइ-विम्हरणं खित्तवुडी य ॥६४॥ तिर्यगधश्चोर्ध्वं दिग्वतसंख्यातिक्रमे त्रयः । તિવ્રતોષા: સ્મૃતિવિસ્મરી ક્ષેત્રવૃદ્ધિa | ૬૪ .... ૨૨૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org