________________
શ્રાવક વ્રત અધિકાર
૧૬૯ ગાથાર્થ– તિર્થગ્દિશા પ્રમાણાતિક્રમ, અધોદિશામમાણાતિક્રમ અને ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ એ ત્રણ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિઅંતર્ધાન એમ પાંચ દિશાપરિમાણવ્રતના અતિચારો છે.
વિશેષાર્થ છઠ્ઠી વ્રતમાં કઈ દિશામાં ક્યાં સુધી જવું તેનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણ કર્યા પછી તેનું ઉલ્લંઘન કરવા વગેરેથી અતિચાર લાગે. તેના પાંચ અતિચારો આ પ્રમાણે છે–
૧.૨.૩. પહેલા ત્રણ અતિચારોની ઘટના– જે ભૂમિનો ત્યાગ કર્યો છે તે ભૂમિમાં બીજા દ્વારા કોઈ વસ્તુ મોકલે કે તે ભૂમિમાંથી બીજા દ્વારા કોઈ વસ્તુ મંગાવે તો અતિચાર લાગે. સહસા કે અનુપયોગ આદિથી આમ કરે તો અતિચાર લાગે, જાણી જોઈને કરે તો વ્રતભંગ જ થાય. જેણે હું નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એ રીતે નિયમ લીધો હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો લાગે. પણ જેણે હું નહિ કરું તેવું વ્રત લીધું હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો ન લાગે. કારણ કે તેનો નિયમ જ નથી. જેણે હું નહિ કરું એવો નિયમ લીધો હોય તેને સહસા કે અનુપયોગ આદિથી જાતે મર્યાદાથી બહાર જાય કે બહાર જવાની ઇચ્છા વગેરે દ્વારા અતિક્રમ આદિ લગાડે તો અતિચાર લાગે.
૪. ક્ષેત્રવૃદ્ધિ-જવા-આવવા માટે ત્યાગ કરેલા ક્ષેત્રમાં વધારો કરવો તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. તે આ પ્રમાણે–પૂર્વદિશામાં સો માઈલથી આગળ નહિ જવું, પશ્ચિમદિશામાં પણ સો માઈલથી આગળ નહિ જવું, એવો નિયમ લીધા પછી પૂર્વદિશામાં સો માઈલથી આગળ જવાની જરૂરિયાત ઊભી થતાં પશ્ચિમ દિશાના ૯૦ માઇલ કરી તેના ૧૦ માઇલ પૂર્વદિશામાં ઉમેરીને ૧૧૦ માઇલ કરે. આમ કરવામાં બસો માઈલ પરિમાણ કાયમ રહેવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ ન થાય, પણ પરમાર્થથી પૂર્વદિશામાં દશ માઇલ વધી જવાથી વ્રતભંગ ગણાય.
૫. સ્મૃતિ-અંતર્ધાન કરેલું દિશાનું પરિમાણ ભૂલી જવું તે સ્મૃતિઅંતર્ધાન. કોઈ પૂર્વદિશામાં સો યોજન પરિમાણ કરે. પછી જવાના સમયે ભૂલી જાય કે મેં સો યોજનનું પરિમાણ કર્યું છે કે પચાસ યોજનાનું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org