________________
૧૫ર .
સંબોધ પ્રકરણ ૧. તેનાહત– સ્તન એટલે ચોર. આહત એટલે ચોરી લાવેલું. ચોરોએ ચોરી લાવેલી વસ્તુ તે તેનાહત અતિચાર છે. ચોરે ચોરી લાવેલી વસ્તુને લોભથી છૂપી રીતે વેચાતી લેનાર ચોર કહેવાય છે. કહ્યું છે કેવશરાપો મંત્રી, એજ્ઞ શાયી | અન્નઃ સ્થાન શૈવ, ચૌઃ સવિશ: મૃતઃ I ? “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચન આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર છે.”
આથી ચોરે ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવાથી પરમાર્થથી ચોરી કરી હોવાથી વ્રતભંગ થાય, પણ હું તો વેપાર જ કરું છું, ચોરી કરતો નથી, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ નથી, આમ ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવામાં દેશથી ભંગ અને દેશથી અભંગ રૂપ તેનાહત અતિચાર લાગે.
૨. તસ્કરપ્રયોગ- તસ્કર એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા. ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરપ્રયોગ. હું ચોરી નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એવું વ્રત લેનારને સ્વૈતપ્રયોગથી વ્રતભંગ જ થાય, છતાં (કોઈ મંદબુદ્ધિ જીવ) તમે હમણાં નવરા કેમ બેઠા છો? જો તમારી પાસે ભોજન વગેરે ન હોય તો હું આપું, તમારી ચોરી લાવેલી વસ્તુ કોઈ વેચનાર ન હોય તો હું વેચીશ, વગેરે વચનોથી ચોરીની પ્રેરણા કરે, પણ હું પોતે ક્યાં ચોરી કરાવું છું? એમ માને, આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે.
૩. વિરુદ્ધરાજ્યાતિક્રમવિરુદ્ધ રાજ્ય એટલે કે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્ય કે તે રાજ્યનું સૈન્ય. અતિક્રમ એટલે જવું. જવાની રજા ન હોય તે રાજયમાં કે તેના સૈન્યમાં જવું તે વિરુદ્ધરાજયાતિક્રમ. યદ્યપિ જે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું એ સ્વામી અદત્ત હોવાથી અને તેમ કરવાથી ચોરીનો દંડ થતો હોવાથી ચોરી જ છે, એથી તેનાથી વ્રતનો ભંગ જ થાય, છતાં તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org