SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત અધિકાર ૧૫૩ કરનાર એમ માને કે મેં વેપાર જ કર્યો છે ચોરી નહિ, આથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં આ ચોર છે એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે. ૪. કૂટતુલકૂટમાન– ફૂટ એટલે ખોટું. તુલ એટલે જોખવાનાં (શેર વગેરે) તોલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવાદેવામાં ખોટાં તોલ-માપાં રાખવાં તે કૂટતુલકૂટમાન છે. ભારે (વધારે વજનવાળા) અને હલકાં (ઓછા વજનવાળા) તોલાં તથા મોટાં અને નાનાં માપાં રાખી મૂકે. જયારે વસ્તુ લેવાની હોય ત્યારે ભારે-મોટાં તોલાં-માપાંથી લે અને જ્યારે વસ્તુ આપવાની હોય ત્યારે હલકાં નાના તોલ-માપાંથી આપે. આ રીતે ત્રીજા વ્રતમાં અતિચાર લાગે. ૫. તત્કતિરૂપવ્યવહાર- તત્ એટલે અસલી વસ્તુ. પ્રતિરૂપ એટલે સમાન. વ્યવહાર એટલે વેચવું વગેરે. અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી. અથવા અસલી વસ્તુમાં નકલી વસ્તુ ભેળવીને અસલી તરીકે વેચવી તે તત્પતિરૂપ વ્યવહાર છે. ફૂટતુલકૂટમાન અને તત્વતિરૂપ વ્યવહારમાં બીજાને છેતરીને પરધન લેવામાં આવતું હોવાથી વ્રતનો ભંગ ગણાય. છતાં ખાતર પાડવું વગેરે ચોરી છે, આ તો વણિકકળા છે, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. અથવા તેનાહત વગેરે પાંચે સ્પષ્ટપણે ચોરીરૂપ જ છે. પણ સહસા આદિથી કે અતિક્રમ આદિથી થાય તો અતિચાર ગણાય. (૨૮) चियं मुत्तूण कलं, दव्वाइकमागयं च उकरिसं। निवडियमवि जाणंतो, परस्स संतं न गिहिज्जा ॥२९॥ उचितं मुक्त्वा कलां द्रव्यादिक्रमागतं चोत्कर्षम् । નિપતિતપ નાનનું પરસ્થ સનાં થાત્ II ર૬ ૨૨૪૨, ગાથાર્થ– જે દેશમાં જે કાળે ઉચિત ગણાતું હોય તેથી વધારે વ્યાજ લેવું નહિ, ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જે ચીજનો જેટલા પ્રમાણમાં ભાવ વધ્યો હોય તેનાથી વધુ ભાવ લેવો નહીં તથા “આ વસ્તુ પડી ગયેલી છે” એમ જાણવા છતાં પારકી ચીજ લેવી નહીં. (૨૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy