________________
૧૪).
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– બંધ વગેરે એક એક અતિચાર આવ્યોગ અને અનાભોગ એમ બે પ્રકારનો છે. તથા સર્વવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર ભેદો થાય.
વિશેષાર્થ– બંધ વગેરે ઉપયોગપૂર્વક (= જાણી જોઈને) થાય તો આભોગ છે. ઉપયોગ વિના (=અજાણતા) થઈ જાય તો અનાભોગ છે.
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે–કોઈ મનુષ્ય વ્રત નિયમોનો ભંગ થાય તેવા કાર્ય માટે આમંત્રણ (વિનંતી) કરે ત્યારે વ્રત નિયમ) ધારી તેનો ઇન્કાર ન કરે (૩ના ન પાડે) તો અતિક્રમ કહેવાય. આગળ વધીને વ્રતવાળો તેવું કાર્ય કરવા માટે તૈયાર થાય=જાય વગેરે પ્રવૃત્તિને વ્યતિક્રમ કહેવાય. ક્રોધથી વધ, બંધન વગેરે કરે તે અતિચાર કહેવાય અને જીવહિંસા વગેરે કરે તે અનાચાર કહેવાય. (૭)
भूजलजलणानिलवणबितिचउपचिदिएहिं नव जीवा। मणवयणकायगुणिया, हवंति ते सत्तवीसत्ति ॥८॥ દૂ-ઝત્ત-વૃત્તના-નિત્ત-વા-દિ-ત્રિ-વતુષ્યન્દ્રિીઃ નવનીવાઃ | મન-વચન-યતા મવતિ તે સવિશિિરતિ મા ૨૨૨૮ इक्कासीई ते करणकारणाणुमइताडिया होइ। तेच्चिय तिकालगुणिया, दुन्निसया हुँति तेयाला ॥९॥ एकाशीतिः करण-कारणानुमतिभिस्ताडिता भवन्ति । તે ઇવ ત્રિાતમુનિતા દિતી ત્રિવત્વશિત્ II 3 I .... ૨૩૨૨
ગાથાર્થ– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય-એમ જીવો નવ પ્રકારે છે. તેની મન, વચન અને કાયાથી હિંસા કરતાં ર૭ પ્રકારો થાય, તેને પણ કરવા, કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં ૮૧ પ્રકારો થાય અને તેને પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન–એમ ત્રણ કાળ સંબંધી ગુણતાં જીવહિંસાના ૨૪૩ પ્રકારો થાય છે.
એ ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ત્રણેય કાળમાં મન, વચન અને કાયાએ ત્રણ યોગો દ્વારા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org