________________
શ્રાવક વ્રત અધિકાર
૧૩૯ શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગેરેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિચ્છેદ છે.
અતિભાર– શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂકવો જોઈએ. શ્રાવકે પ્રાણી ઉપર ભાર ઊંચકાવીને આજીવિકા ચાલે તેવો ધંધો ન કરવો જોઈએ. તેમ ન બની શકે તો મનુષ્ય પાસે તે સ્વયં ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઊંચકાવવો જોઈએ. બળદો પાસે ઉચિતભારથી કંઈક ઓછો ભાર ઉપડાવવો જોઈએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઈએ. અશ્વ અને હાથી વગેરેને આશ્રયીને પણ આ જ વિધિ છે.
ભક્તપાન વિચ્છેદ- આહાર-પાણીનો વિચ્છેદ કોઇને ન કરવો જોઈએ. અન્યથા અતિશય ભૂખથી મૃત્યુ થાય. ભક્તપાનવિચ્છેદના પણ સકારણ નિષ્કારણ વગેરે પ્રકારો બંધની જેમ જાણવા. રોગના વિનાશ માટે ભક્તપાનનો વિચ્છેદ સાપેક્ષ છે. અપરાધ કરનારને “આજે તને આહાર આદિ નહિ આપું” એમ કહેવું. (પણ સમય થતાં આહારપાણી આપવા.) શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવવો. સર્વત્ર યતના કરવી, અર્થાત્ વ્રતમાં અતિચાર ન લાગે તેમ કાળજીથી વર્તવું. (૫)
संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो। સામો વો, સવ્યવ()યાપ વિસુતાપf I ૬ संकल्पः संरम्भः परितापकरो भवेत् समारम्भः । आरम्भ उद्वतः सर्वनयानां विशुद्धानाम् ॥ ६ ॥ ન થઇચ્છાનામ્ II 6 II .
.... ૧૨૨૬ ' ગાથાર્થ- જીવહિંસાનો મનથી સંકલ્પ કરવો તે સંરંભ છે. જીવોને પીડા કરવી એ સમારંભ છે. જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા શુદ્ધ સર્વનયોને માન્ય છે. (૬)
आभोगाणाभोगे, इक्किको सो हविज्ज दुहओ य। अइक्कमवइक्कमअईयाराणायारेहिं सव्वगया ॥७॥ . आभोगाऽनाभोगौ एकैकः सो भवेद् द्विधाकश्च । તિજ-વ્યતિક્રમ-sતિવાઈ–ડના સર્વતા | ૭ | ......... ૨૩ર૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org