________________
૧૩૮:
સંબોધ પ્રકરણ વગેરેનો ભાર ખાંધ-પીઠ આદિ ઉપર મૂકવો. ભક્તપાનવિચ્છેદ એટલે આહાર-પાણી ન આપવાં.
ક્રોધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે. પણ પુત્રાદિના અવિનય, રોગ આદિ અનર્થો દૂર કરવાના શુભ આશયથી બંધ આદિ કરવામાં આવે તો અતિચાર લાગે નહિ, અર્થાત્ નિરપેક્ષપણે એટલે કે પ્રાણનાશની દરકાર કર્યા વિના નિર્દયપણે બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે, પણ સાપેક્ષપણે, એટલે કે દયાદ્રિ હૃદયથી બંધ આદિ કરવાથી અતિચાર ન લાગે.
અહીં પૂર્વાચાર્યોએ કહેલ વિધિ આ પ્રમાણે છે– બંધ- બપગા કે ચારપગા પ્રાણીઓનો બંધ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ બંધ કરવો યોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. નિર્દય બનીને અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષ બંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દોરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષબંધ. ચોપગા પ્રાણીના બંધની હકીકત કહી. બે પગા (મનુષ્ય) પ્રાણીના બંધની હકીક્ત પણ એ પ્રમાણે જાણવી. અર્થાતુ દાસ-દાસી, ચોર કે ભણવામાં પ્રમાદી પુત્ર વગેરેને જો બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે-ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું કે જેથી આગ વગેરેના પ્રસંગે તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બેપગ અને ચોપગા પ્રાણી રાખવા જોઈએ.
વધ– વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિષ્કારણ નિરપેક્ષ વધ એટલે કારણ વિના નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે એવો વિધિ છે કે શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઈએ. જેથી પુત્રાદિ પરિવાર અવિનય વગેરે ન કરે, અને મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં કોઈ અવિનય વગેરે કરે એથી મારવાનો પ્રસંગ આવે તો મર્મસ્થાનોને છોડીને લાત કે દોરીથી એક બે વાર મારવું.
છવિચ્છેદ- વિચ્છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરેનો છેદ કરવો એ નિરપેક્ષ છવિચ્છેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org