________________
શ્રાવક વ્રત અધિકાર
૧૩૫
૬. શ્રાવક વ્રત અધિકાર पाणिवह १ मुसावाए २, अदत्त ३ मेहुण ४ परिग्गहे विरओ ५ । दिसि ६ भोग ७ दंड ८ समए ९, देसे १० तह पोसह ११ विभागे १२ ॥१॥ प्राणिवध-मृषावादयोरदत्त-मैथुन-परिग्रहेषु विरतः । તિ-પો-બ્દ-સમયેષુ લેશે તથા પૌષધ-વિખાયોઃ II II ૨૪૨૨
ગાથાર્થ– પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન અને પરિગ્રહમાં વિરત, દિશાપરિમાણ, ભોગપભોગપરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એમ શ્રાવકનાં બાર વ્રતો છે. (૧)
जीवा सुहमा थूला, संकप्पारंभओ य ते दुविहा । सावराहनिरवराहा, साविक्खा चेव निरविक्खा ॥२॥ जीवाः सूक्ष्माः स्थूलाः संकल्पारम्भतश्च ते द्विविधाः । સાપરાધ-નિરાધાઃ સાપેક્ષાશૈવ નિરપેક્ષાઃ II ર I..... .............૨૨૨૨ ગાથાર્થ જીવો સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારના છે. તેમાં અહીં સ્થૂલ એટલે બે ઇંદ્રિય વગેરે ત્રસ જીવો સમજવા. સૂક્ષ્મ એટલે સર્વ પ્રકારના સ્થાવર એકેંદ્રિય જીવો સમજવા.
(૧) સાધુધર્મમાં સ્કૂલ(==સ) અને સૂક્ષ્મ(=સ્થાવર) એ બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ થાય છે. પણ ગૃહસ્થ તો માત્ર સ્કૂલ(==સ) જીવોની જ હિંસાનો ત્યાગ કરી શકે છે. ઉપર કહ્યા તે સૂક્ષ્મ (બાદર પૃથ્વીકાયાદિ) જીવોની હિંસાનો ત્યાગ તેઓથી કરી શકાતો નથી; કારણ કે–તેઓનો માટી, પાણી, અગ્નિ આદિનો વારંવાર અનેક કાર્યોમાં ઉપયોગ કરવો પડે છે, તે સિવાય તેઓનો ગૃહસ્થાવાસ ચાલી શકતો નથી; માટે એ રીતિએ સાધુ કરતાં શ્રાવક દયા અડધી–દશ વસા પાળી શકે.
(૨) આ પૂલ (ત્રીસ) જીવોની હિંસા પણ એક સંકલ્પપૂર્વકની, અને બીજી ખેતી, રસોઈ આદિ આરંભથી એમ બે પ્રકારે થાય છે, તેમાં ગૃહસ્થ તો હું આને હણું—એવા સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાનું જ પચ્ચકખાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org