________________
૧૩૬
સંબોધ પ્રકરણ કરી શકે, નહિ કે ખેતી વગેરે આરંભના કાર્યોમાં થતી બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોની હિંસાનું. કારણ કે–ગૃહસ્થ એવા આરંભ વિના શરીર, કુટુંબ, આજીવિકા વગેરેનો નિર્વાહ કરી શકે નહિ. એટલે દશ વસામાંથી પણ અડધી (પાંચ વસા) જીવદયા ઓછી થવાથી શેષ પાંચ વસા જ પાળી શકે.
(૩) સંકલ્પથી થતી હિંસાનો પણ સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થ કરી શકતો નથી, કારણ કે–નિરપરાધી અને અપરાધી–એમ બે પ્રકારના સ્થૂલ જીવો પૈકી નિરપરાધીની જ હિંસાનો તે ત્યાગ કરી શકે. કારણ કે અપરાધી જીવો માટે તો શ્રાવકને ગુરુ-લાઘવતાનો વિચાર કરવો પડે છે, અર્થાત્ સામાન્ય અપરાધ કર્યો છે કે મહાન અપરાધ કર્યો છે–એમ વિચારી, મહો અપરાધીને તો સંકલ્પપૂર્વક પણ મારવો પડે તેમ હોવાથી તેનો ત્યાગ કરી શકાતો નથી; એ રીતિએ સ્થૂલ જીવોમાં પણ અપરાધીને સંકલ્પપૂર્વક હણવાની છૂટ રહેવાથી પુનઃ અડધી ઓછી થતાં ઉપર જણાવેલા પાંચ વસામાંથી પણ અઢી વસા જ પાળી શકે. ,
(૪) નિરપરાધી જીવોની હિંસા પણ એક સકારણ અને બીજી નિષ્કારણ–એમ બે પ્રકારે થાય છે. આ બેમાં ગૃહસ્થને ગાડે જોડેલા પાડા, બળદ કે ઘોડા વગેરે પશુઓને તથા ભણવામાં પ્રમાદી કે અસદાચારી પુત્ર વગેરે પરિવારને, એ નિરપરાધી છતાં તોફાની હોય, કામ ન આપતાં હોય, પળોટવા હોય, ભણાવવા હોય તો તેવા કારણે તાડન, તર્જન વગેરે વધ-બંધનાદિ કરવાં પડે, જેથી તેનું પચ્ચકખાણ પણ કરી શકાતું નથી; એ પ્રમાણે અઢી વસામાંથી પણ અડધી ઓછી કરતાં માત્ર “સવા વસો' (રૂપિયામાં એક આના જેટલી જ) અહિંસા પાળી શકે. એ મુજબ શ્રાવક દેશથી, અર્થાત્ સંપૂર્ણની અપેક્ષાએ અલ્પ માત્ર હિંસાને તજી શકે છે. (૨).
दुतिचउरिदिय पाणा, भूया पत्तेय तरुगणा नेया। सव्वे पणिदि जीवा, सेसा सत्ता थिराईआ॥३॥ द्वि-त्रि-चतुरिन्द्रियाः प्राणा भूताः प्रत्येकतरुगणा ज्ञेयाः । સર્વે પ્રક્રિયા નીવા: શેષા: સત્વા: થિવિશ્વાસ / રૂ . ૨૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org