________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૨૫ ગાથાર્થ– ઇંદ્રિયવિજય, યોગવિજય અને કષાયવિજય આદિ તપને કરવામાં સદા પરમાર્થથી તત્પર બને. તેમાં ક્રમે કરીને પ્રતિમારૂપ અભિગ્રહને ધારણ કરનારો બને. (૮૪) वयपडिमाण विसेसो, को इत्थ हविज्ज सीसजणपुच्छा । अन्न १ सहस्सा २ गाराविणा निरालंबणा पडिमा ॥८५ ॥ व्रत-प्रतिमानां विशेषः कोऽत्र भवेत् शिष्यजनपृच्छा। ચિત્ર સહસૌ વિના નિરાતવના પ્રતિમા II ધ્વ I ..
ગાથાર્થ– વ્રતોમાં અને પ્રતિમામાં શો ભેદ છે ? એમ અહીં શિષ્યલોકનો પ્રશ્ન છે. પ્રતિમા અન્નત્થણાભોગેણં અને સહસાગારેણં એ બે આગાર વિના આલંબન રહિત હોય.
વિશેષાર્થ– અન્નથણાભોગેણું એટલે ઉપયોગના અભાવ સિવાય. સહસાગારેણું એટલે સહસાત્કાર સિવાય. ઉપયોગના અભાવથી કે સહસાત્કારથી વ્રતમાં અલના થાય તો વ્રતભંગ ન થાય. વ્રતોમાં આ બે આગાર–છૂટ હોય. પ્રતિમામાં આ આગાર ન હોય. આથી પ્રતિમા આલંબનથી રહિત છે. (૮૫)
रायाइपयसमेओ, बहुविहभेएहिं हुज्ज वयधम्मो। સારંગા હિલો, પરિમા પુન મેમUT Mો ૮૬ . राजादिपदसमेतो बहुविधभेदैर्भवेद् व्रतधर्मः ।
साकारयथागृहीतः प्रतिमा पुनर्भेदभिन्ना न ॥ ८६ ॥. ૨૦૧૨ ' ગાથાર્થ વ્રતધર્મ રાજાભિયોગ આદિ સ્થાનોથી યુક્ત હોય, ઘણા પ્રકારના ભેદોથી ગ્રહણ કરી શકાય છે. તેથી આગારોથી જેવા પ્રકારે વ્રતધર્મ સ્વીકાર્યો હોય તેવા પ્રકારે હોય. પ્રતિમા ભેદોથી ભિન્ન ન હોય.
વિશેષાર્થ– રાજાભિયોગ આદિ છ અભિયોગનું વર્ણન ભાગ-રના પરિશિષ્ટમાં છના આંકવાળી વસ્તુઓમાં કર્યું છે. (૮૬)
जइ कहवि एगवारं, हविज्ज रायाइपयसमालंबो। तो पडिवज्जइ चरणं, पुण करणं अणसगं खुतहा ॥८७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org