________________
સંબોધ પ્રકરણ
૧૧૮
કહ્યું છે કે—“પાસત્થા અને પ્રમત્ત સાધુઓએ જે આચરેલું હોય તે શુદ્ધિ કરતું નથી. આથી પાસસ્થા અને પ્રમત્ત એવા ઘણા પણ સાધુઓએ જે આચરેલું હોય તેને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ પ્રમાણ માનતા નથી.”
પ્રશ્ન— તો પછી “સંવિઘ્ને આચરેલું માર્ગ છે” એમ કહેવું જોઇએ. સંવિગ્ન બહુજન આચીર્ણ એમ ‘બહુજન' એવો ઉલ્લેખ કેમ કર્યો ?
ઉત્તર– સંવિગ્ન પણ એક જન અનાભોગ અને અજ્ઞાનતા આદિથી ખોટું આચરણ કરે. તેથી એક સંવિગ્ન પણ પ્રમાણ નથી. માટે અહીં “બહુજન” એવો ઉલ્લેખ કર્યો છે.
આનો તાત્પર્યાર્થ એ થયો કેઆગમને બાધા ન થાય તે રીતે સંવિગ્નોના વ્યવહારરૂપ જે ક્રિયા તે સંવિગ્ન બહુજન આચીર્ણ છે. આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચીર્ણ એ ઉભયને અનુસરે, તે માર્ગાનુસારી ક્રિયા છે.
૨. ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા
પ્રશ્ન— અમુક વ્યક્તિમાં શ્રદ્ધા છે કે નહિ તે કેવી રીતે જાણવું ? ઉત્તર– વિધિસેવા, અતૃપ્તિ, શુદ્ધદેશના અને સ્ખલિત-પરિશુદ્ધિ એ ચાર લક્ષણોથી શ્રદ્ધા જાણી શકાય છે. જેમાં આ લક્ષણો દેખાય તેમાં અવશ્ય શ્રદ્ધા હોય છે.
ન
(૧) વિધિસેવા– શ્રદ્ધાળુ જીવ દરેક અનુષ્ઠાન જો શક્તિ હોય તો વિધિપૂર્વક જ કરે છે. જો તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ આદિના કારણે વિધિપૂર્વક ન કરી શકે તો પણ વિધિ ઉપર પક્ષપાત-રાગ અવશ્ય હોય છે. આથી થઇ જતી અવિધિ બદલ હૃદયમાં દુઃખ હોય છે. ‘એ તો ચાલે’ એમ ન માને. પોતાનાથી થતી અવિધિ પ્રત્યે અન્ય અંગુલીનિર્દેશ કરે ત્યારે અવિધિ દૂર ન થઇ શકે તો પણ મનમાં સંકોચ પામે અને પોતાની નબળાઇ આદિનો સ્વીકાર કરે. પણ અંગુલીનિર્દેશ કરનાર સામે ઉદ્ધતાઇ ન બતાવે. જેમ સુંદર ભોજનનો જેણે આસ્વાદ ચાખ્યો છે તે દુષ્કાળ આદિમાં તુચ્છ ભોજન કરે તો પણ તુચ્છ ભોજનમાં આસક્ત બનતો નથી, કિંતુ ઉત્તમ ભોજનની જ લાલસાવાળો હોય છે. એના મનમાં એમ જ હોય છે કે ક્યારે મારી આ દશા દૂર થાય અને હું ઉત્તમ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org