________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૧૭ બહુજન આચરિતને માર્ગ કહેલ છે. જેમ કે આપણે બોલીએ છીએ કે “ઘી જીવન છે અહીં ઘી જીવન નથી, કિંતુ જીવનનું કારણ છે. જીવનનું કારણ એવા ઘીમાં જીવનરૂપ કાર્યનો ઉપચાર (આરોપ) કરીને ઘીને જીવન કહેવામાં આવે છે. એ પ્રમાણે પ્રસ્તુતમાં કારણમાં કાર્યના ઉપચારથી આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચરિતને માર્ગ કહેલ છે.
આગમનીતિ–મોજી નીતિઃ==ામનીતિ આગમનીતિ એટલે આગમમાં કહેલા આચારો. આગમ એટલે વીતરાગનું વચન. આ વિષે કહ્યું છે કે-“આપ્તપુરુષનું વચન તે આગમ છે. દોષોનો ક્ષય થવાના કારણે આપને જાણે છે, અર્થાત્ જેના સઘળા દોષોનો ક્ષય થઈ ગયો છે તેને વિદ્વાનો “આ આખે છે” એમ આખ પુરુષ તરીકે જાણે છે. વીતરાગના સઘળા દોષોનો ક્ષય થઈ ગયો હોવાથી વીતરાગ આમ છે. વીતરાગમાં અસત્ય બોલવાનાં (રાગ-દ્વેષ-મોહ એ ત્રણ) કારણો ન હોવાથી વીતરાગ અસત્ય વચન ન કહે.”
આગમની નીતિ તે આગમનીતિ. આગમનીતિ (=આગમમાં કહેલા આચારો) ઉત્સર્ગ-અપવાદરૂપ છે. કોઈક આચાર ઉત્સર્ગરૂપ છે, તો કોઈક આચાર અપવાદરૂપ છે, એમ આગમોત આચારો ઉત્સર્ગઅપવાદરૂપ છે. ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ આગમોક્ત આચારો શુદ્ધ સંયમનો ઉપાય છે. આનો અર્થ એ થયો કે શુદ્ધ સંયમનો ઉપાય એવા ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ આગમોક્ત આચારો માર્ગ છે.
સંવિગ્ન બહુજન આચરિત– સંવિગ્ન એટલે મોક્ષના અભિલાષી. સંવિગ્ન શબ્દનો આ શબ્દાર્થ છે. સંવિગ્ન શબ્દનો તાત્પર્યાર્થ ગીતાર્થ છે. કારણ કે ગીતાર્થ વિના બીજાઓને (પારમાર્થિકો સંવેગ ન હોય. આશીર્ણ એટલે આચરેલી ક્રિયા. ગીતાર્થ એવા ઘણા જનોએ જે ક્રિયા આચરી હોય તે સંવિગ્ન બહુજન આશીર્ણ છે.
પ્રશ્ન– સંવિગ્ન બહુજન આચરિત એ સ્થળે સંવિગ્ન શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો છે? 1 ઉત્તર- અસંવિગ્ન ઘણા પણ જનોએ આચરેલું અપ્રમાણ છે, એ જણાવવા સંવિગ્ન શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે વ્યવહારસૂત્રમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org