________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૧૯ ભોજનનો આસ્વાદ કરું!તે પ્રમાણે શ્રદ્ધાળુ જીવ દ્રવ્યાદિની પ્રતિકૂળતાના કારણે અવિધિ કરે તો પણ વિધિ પ્રત્યે જ રાગ હોય છે. આવો જીવ કારણવશાત્ દોષિત આહારનું સેવન આદિ વિરુદ્ધ આચરણ કરે, તથા વેયાવચ્ચ આદિ ન કરે, તો પણ શ્રદ્ધા (=સાત્ત્વિક અભિલાષા)ગુણના કારણે તેના (ભાવ)ચારિત્રનો ભંગ થતો નથી.
(૨) અતૃપ્તિ– શ્રદ્ધાળુ જીવ શ્રદ્ધાના કારણે જ્ઞાન, સંયમાનુષ્ઠાન, વેયાવચ્ચ, તપ આદિ સંયમયોગોમાં વૃદ્ધિ પામતો નથી. અર્થાત જ્ઞાન વગેરેની અધિક અધિક આરાધના કરવાનું મન હોય છે. આથી તે જ્ઞાન વગેરેમાં સદ્ભાવપૂર્વક સ્વશક્તિ પ્રમાણે પ્રયત્ન કરે છે.
(૩) શુદ્ધદેશના શ્રદ્ધાળુ સાધુ ગુરુ પાસે આગમોનો સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થવેદી બને. પછી ગુરુની અનુજ્ઞા મળતાં સ્વપક્ષપરપક્ષ પ્રત્યે રાગ-દ્વેષરહિત બનીને યથાર્થ ધર્મોપદેશ કરે. તથા શ્રવણ કરનારા જીવોની લાયકાત જાણીને લાયકાત પ્રમાણે ધર્મોપદેશ કરે. અર્થાત્ જે જે જીવોને જેવા જેવા ઉપદેશથી શુભપરિણામની વૃદ્ધિ થાયતે તે જીવોને તેવો તેવો ધમોપદેશ કરે. મોક્ષમાર્ગથી વિપરીત ઉપદેશનો ત્યાગ કરીને આગમોક્ત જ ધર્મોપદેશ કરે. આવા જીવની આવી દેશના શુદ્ધ દેશના છે. | (૪) અલિતપરિશુદ્ધિ– "શ્રદ્ધાળુ જીવ પ્રમાદ આદિથી વ્રત આદિમાં લાગેલા અતિચારોની આલોચનાથી શુદ્ધિ કરી લે છે.
૩. પ્રજ્ઞાપનીયતા માર્ગાનુસારિણી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા ભાવશ્રાવકમાં સરળતા ગુણના કારણે વિધિ-પ્રતિષેધોમાં પ્રજ્ઞાપનીયતા ગુણ હોય.
વિશેષાર્થ- વિધિ-પ્રતિષેધોમાં પ્રજ્ઞાપનીયતા– અમુક કરવું એવું શાસ્ત્રમાં વિધાન કર્યું હોય તે વિધિ. “અમુક ન કરવું એમ નિષેધ કર્યો હોય તે પ્રતિષેધ. પ્રજ્ઞાપનીયતા એટલે ભૂલને સ્વીકારીને ભૂલને સુધારવાનો સ્વભાવ. શાસ્ત્રોક્ત વિધિ-પ્રતિષેધમાં ભૂલ થાય ત્યારે ગુણવાન પુરુષ આ તમારી ભૂલ છે, આ ક્રિયા આ રીતે ન થાય, કિંતુ આ રીતે થાય એમ સમજાવે ત્યારે પ્રજ્ઞાપનીયતા ગુણવાળો શ્રાવક ઝટ પોતાની ભૂલને સ્વીકારીને ભૂલને સુધારે. કદાચ કોઈ કારણથી ભૂલને સુધારી ન શકે તો પણ ભૂલનો સ્વીકાર તો અવશ્ય કરે. ૧. શ્રદ્ધાળુના વિધિસેવા આદિ લક્ષણો માટે જુઓ ધર્મરત્નપ્ર.ગા.૯૦ વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org