________________
૧૧૪
સંબોધ પ્રકરણ પ. વિષયો– “વિષયો ઝેરની માફક ક્ષણ માત્ર સુખ બતાવી પરિણામે દીર્ધકાળ દુઃખ દેનારા છે' એમ સમજતો બુદ્ધિમાન ભાવશ્રાવક તેમાં આસક્તિ ન રાખે.
૬. આરંભ– જીવનનિર્વાહ ન થવાથી આરંભ કરવો પડે તો પણ જેમ બને તેમ અલ્પ અને તે પણ દુઃખાતા દિલે જ કરે, તીવ્ર આરંભ (ઘણા પાપ)વાળાં કાર્યો તો ઇચ્છે પણ નહિ, આરંભથી મુક્ત બનેલા બીજા ધર્મી જીવોની પ્રશંસા કરે, તેમ જ સર્વ જીવો તરફ દયાળુ હોવાથી (આરંભથી દયા ન પાળી શકાય માટે) ગૃહસ્થાવાસમાં પણ આરંભોને તજવાની ભાવના સેવે.
૭. ગૃહસ્થાવાસ-ચારિત્રમોહનીય કર્મના ઉદયે ઘરવાસ છોડી ન શકે તો પણ, તે કર્મોને તોડવા માટે શુદ્ધ શ્રાવકધર્મ પાળતો ભાવશ્રાવક ઘરવાસને જેલ જેવો માને-બંધન માને.
૮. સમકિત-જિનવચનમાં શુદ્ધ શ્રદ્ધાવાળો, જૈનશાસનની શોભા વધે તેમ પ્રભાવના અને ગુરુઓ વગેરેની ભક્તિ કરતો ભાવશ્રાવક સમકિતનું નિરતિચાર પાલન કરે-ચિંતામણિરત્નથી પણ તેને અધિક સમજે.
૯. લોકાચાર– ગાડરીયા પ્રવાહે ચાલતા લોકને ગતાનુગતિક પ્રવૃત્તિવાળો સમજે અને લોકસંજ્ઞાને જીતી દરેક કાર્યોમાં વૈર્ય કેળવી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી, વિશેષ લાભ થાય તેમ વર્તન કરવા ઈચ્છે. છતાં લોકમાં ધર્મની અપભ્રાજના થાય તેવું ન કરે.)
૧૦. જૈનાગમો– “પરલોકનાં સુખોનો માર્ગ જણાવનાર જૈનાગમાં સિવાય કોઈ જ નથી એમ સમજી દરેક ધર્મકાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે.
૧૧. દાનાદિ ધર્મ– પોતાનાં આવક, ખર્ચ અને શરીરબળ વગેરેનો વિચાર કરી, શક્તિને ગોપવ્યા સિવાય જેમ ઉત્તરોત્તર વધુ થઈ શકે તેમ દાન, શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરે.
૧૨. ધર્મક્રિયા-ચિંતામણિરત્ન સમાન દુર્લભ, અમૂલ્ય અને એકાન્ત હિતકર એવા ધર્મઅનુષ્ઠાનોને કરવાનો અવસર પામીને પ્રમાદરહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org