________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૧૫
નિરતિચારપણે તે તે ધર્મક્રિયાઓ કરે, ભોળા-અજ્ઞ માણસો તેથી હાંસી કરે તો પણ તેની ઉપેક્ષા કરતો ક્રિયાને મહાકલ્યાણકારી સમજતો છોડે નહિ. પૂર્ણ કરે-વારંવાર કરે.
૧૩. રાગ-દ્વેષનો ત્યાગ– માત્ર શરીર ટકાવવાના સાધનભૂત માની, ધન, સ્વજન, આહાર, ઘર વગેરે સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરે, તે બધુ અનુકૂળ હોય તો આનંદ ન માને તેમ પ્રતિકૂળ કે ઓછું હોય તો ક્લેશ ન કરે, સારા-નરસા દરેક પ્રસંગોમાં સમતા સેવે.
૧૪. દુરાગ્રહનો ત્યાગ“ઉપશમ એ જ ધર્મનો સાર છે' એમ સમજતો આત્મહિતનો અર્થી ભાવશ્રાવક ધર્મવિષયમાં રાગ-દ્વેષથી દુરાગ્રહ ન કરે, પણ સર્વ વિષયમાં અસદ્ આગ્રહને છોડે, સત્યનો આગ્રહ રાખે, મધ્યસ્થ રહે, પણ પોતાનું જ સાચું એમ ન માને.
૧૫. સ્વજનાદિ સંબંધની પરકીયતા– સઘળા પદાર્થો ક્ષણભંગુર છેઅનિત્ય છે, એમ સમજતો ધન-સ્વજન વગેરેનો બાહ્ય સંબંધ રાખવા છતાં તેને અત્માથી પર-પારકાં માને.
૧૬. વિષયો- સંસારસુખમાં વિરાગી બનેલો હોવાથી “પાંચેય ઈન્દ્રિયના ભોગોને ભોગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી' એમ સમજી ભોગવે તો પણ તે માત્ર બીજાઓની દાક્ષિણ્યતાથી ભોગવે, અસાર માનતો પોતે તેમાં રસ-આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. મૈથુનાદિને સેવવાં પડે તો પણ વ્યભિચારથી બચવા-બચાવવા માટે અનાસક્તભાવે સેવે.
૧૭. ગૃહસ્થપણાનું પાલન ગૃહસ્થપણાનાં કાર્યોને “આજે છોડુંકાલે છોડું. એમ છોડવાની ભાવનાપૂર્વક, પારકી મહેનત-વેઠરૂપે માનતો, વેશ્યાની માફક, ઘરવાસને પ્રેમ વિના સંભાળે.
આ પ્રમાણે સામાન્યથી ભાવશ્રાવકની ભાવનારૂપ સત્તર લક્ષણો જાણવા. (૭૫-૭૬-૭૭).
एयस्स य लिंगाई, सयला मग्गाणुसारिणी किरिया १। सद्धा पंवरा धम्मे २, पण्णवणिज्जत्तमुजुभावा ३ ॥७८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org