________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૧૩ वेसा इव गिहवासं, पालइ १७ सत्तरस गुण निबद्धं तु। भावगय भावसावगलक्खणमेयं समासेण ॥७७॥ वेश्येव गृहवासं पालयति सप्तदशगुणनिबद्धं तु ।
વાત પાવશ્રાવક્ષગમેતત્ સમારે I G૭ ||..... ગાથાર્થ– સ્ત્રી, ઇંદ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ઘર, સમ્યકત્વ, ગડરિકાપ્રવાહ, આગમપૂર્વક પ્રવૃત્તિ, યથાશક્તિ દાનાદિની પ્રવૃત્તિ, વિધિ, અરક્તવિષ્ટ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાર્થકામભોગી અને વેશ્યાની જેમ ઘરવાસને પાળનાર એમ સત્તર પદોથી સંયુક્ત ભાવશ્રાવકનાં ભાવસંબંધી લક્ષણો છે.
વિશેષાર્થ– જૈનાગમનાં મને જાણનારા (ગીતાર્થ) પૂર્વાચાર્યોએ નીચે મુજબ ભાવશ્રાવકનાં ભાવગત લક્ષણો સત્તર પ્રકારનાં કહેલાં છે.
૧. સ્ત્રી- સામાન્યતયા સ્ત્રી જાતિને અનર્થનું ઘર અને ચંચળ સ્વભાવવાળી કહી છે, તેથી તેને દુર્ગતિના મૂળરૂપ સમજતો આત્મહિતનો અર્થી ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન રહે.
૨. ઇન્દ્રિયો- કાન, આંખ, નાક, જીભ અને ચામડી–એ પાંચેય ઇન્દ્રિયો સ્વભાવથી જ ચપળ ઘોડાની જેમ આત્માને ઉન્માર્ગે ઘસડી જનારી છે એમ સમજી તેને વશ ન થાય, પણ જ્ઞાનના બળે વિષયોથી રોકી-વશ કરી ઇન્દ્રિયોને આત્મકલ્યાણમાં જોડે.
૩. ધન- ધન એ નામથી “અર્થ કહેવાવા છતાં સઘળા અનર્થોને કરાવનારું છે, તેને માટે કરાતી મહેનત અનેક ક્લેશનું કારણ છે અને આખરે અસાર છે એમ સમજતો તેમાં લોભ ન કરે (અન્યાયાદિ પાપો ન કરે) પણ સંતોષી રહે અને પુણ્યના યોગે મળેલી લક્ષ્મીનું પણ દાન કરવાની ભાવના સેવે.
૪. સંસાર– “સંસાર સ્વરૂપે દુઃખોની ખાણ છે, તેનો પક્ષપાત કરવાનાં ફળો પણ દુઃખદાયી છે અને પરંપરાએ પણ તે દુઃખનું કારણ છે' એમ સંસારને વિડંબનારૂપ જાણતો સંસારી કાર્યોમાં આનંદ ન માને, કરવા છતાં ઉદાસીનતા સેવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org