________________
૧૧૦
- સંબોધ પ્રકરણ उजुववहारो चउहा, जहत्थभणणं अवंचिगा किरिया । हुंतावायपगासण, मित्तीभावो अ सब्भावा ॥ ४७ ॥
| (ઘર્ષav૦, ૦૪૭) ભાવાર્થ- ૧. યથાર્થ બોલનારો- કપટપૂર્વક ખોટું, ખોટું-ખરું કે વિસંવાદી નહિ બોલનારો, અર્થાત્ સરળ સત્યવાદી. ૨. અવંચકક્રિયાવાળો–બીજાને ઠગવા-દેખાવ કરવાના ઉદ્દેશથી મન, વચન અને કાયાની ખોટી-વિસંવાદી પ્રવૃત્તિને નહિ કરનારો. ૩. ભાવિઅપાયકથક- હે પુણ્યવંત! ચોરી, જુગાર વગેરે પાપકર્યો આ લોક અને પરલોકમાં દુઃખના કારણભૂત છે, તેને તજવામાં સુખ છે” વગેરે વચનો દ્વારા યોગ્ય જીવોને ભાવિ આપત્તિઓ સમજાવી પાપપ્રવૃત્તિથી બચાવનારો. અને ૪. નિષ્કપટ મૈત્રીવાળો– યોગ્ય જીવોની સાથે નિઃસ્વાર્થ-શુદ્ધ મૈત્રીને ધારણ કરનારો. અસત્ય ભાષણ વગેરે માયા-કપટ કરનારો બહુધા બીજાઓને પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને તેથી સ્વ-પર સંસાર વધારે છે, માટે ભાવશ્રાવક આ ચારેય પ્રકારે શુદ્ધ વર્તનવાળો હોય. એ ચોથા લક્ષણના ચાર પ્રકારો કહ્યા.
૫. ગુરુશુશ્રુષક- “ગુરુસેવાકારી ભાવશ્રાવકના આ લક્ષણના પણ ચાર પ્રકારો છે.
सेवाई कारणेण ये, संपायण भावओ गुरुजणस्स । सुस्सूसणं कुणंतो, गुरुसुस्सूसो हवइ चउहा ॥ ४९ ॥
(ખંભW૦, ૦૪૨) ભાવાર્થ– ૧. સેવાકારી– ગુરુને જ્ઞાન-ધ્યાનમાં વિન ન થાય તેમ તેઓની ઇચ્છાનુસાર અનુકૂળ બનીને સ્વયં સેવા કરનારો. ૨. સેવાકારક-ગુરુના ઉપકારાદિ ગુણોની પ્રશંસા દ્વારા અન્ય જીવોમાં પણ ગુરુ તરફ બહુમાન પેદા કરીને તેઓ દ્વારા પણ ગુરુની સેવા કરાવનારો. ૩. ઔષધાદિ મેળવી આપનારો– સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જે જે વસ્તુનું પ્રયોજન હોય તે તે ઔષધાદિને મેળવી આપનારો. અને ૪. ઇચ્છાને અનુસરનારો- હંમેશાં ગુરુનું બહુમાન કરે અને તેઓની ઇચ્છાનુસાર વર્તે તેવો; એ ચાર પ્રકારો પાંચમા લક્ષણના કહ્યા. જો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org