________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૦૯ (અજ્ઞાની) આત્માને ઘટે તેવી અનર્થદંડના કારણભૂત (ચોપાટ વગેરે) પ્રવૃત્તિને નહિ કરનારો. ૬. મીઠા વચનથી કાર્ય કરાવનારો- શુદ્ધ ધર્મી આત્માને કઠોર ભાષા ધર્મમાં કલંકરૂપ હોવાથી પોતાનાથી નાના કે નોકરો વગેરેની પાસે પણ) મીઠા શબ્દોથી કામ કરાવનારો. એ છ પ્રકારો ભાવશ્રાવકના બીજા લક્ષણના જાણવા.
૩. ગુણવંત– અર્થાત્ “ગુણી'. ભાવશ્રાવકના આ ત્રીજા લક્ષણના પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે
जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहिं गुणेहिं गुणवंतो । इह मुणिवरेहिं भणिओ, सरूवमेसि निसामेहि ॥ ४२ ॥ सज्झाए करणंमि अ, विणयंमि अ निच्चमेव उज्जुत्तो । सव्वत्थऽणभिनिवेसो, वहइ रेई सुटु जिणवयणे ॥ ४३ ॥
(થલ કર-૪૩) ભાવાર્થ– “જો કે ગુણો ઘણા છે, તો પણ અહીં પૂર્વાચાર્યોએ પાંચ ગુણોવાળાને ગુણવંત કહ્યો છે. તે ગુણો આ પ્રમાણે છે–(૪૨) ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી– વૈરાગ્યના કારણભૂત વાચના-પૃચ્છનાદિ પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં (પઠન-પાઠનાદિમાં) પ્રમાદ નહિ સેવનારો. ૨. ક્રિયામાં ઉદ્યમી તપ, નિયમ, વંદન આદિ જ્ઞાનીઓએ જણાવેલી શ્રાવકની તે તે કરણીમાં (આદરપૂર્વક) ઉદ્યમ કરનારો. ૩. વિનયમાં ઉદ્યમી- ગુણવાનો (કે ગુવદિ વડીલો વગેરે) આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વળાવવા જવું વગેરે અનેક પ્રકારે વડીલાદિનો વિનય કરનારો-વિનયી. ૪. સર્વત્ર અનભિનિવેશીસર્વ કાર્યોમાં (વાળ્યો વળે તેવો) દુરાગ્રહ વિનાનો, જ્ઞાની ગુરુના વચનને માનનારો, સત્ય વસ્તુ સમજાવી અસત્ય છોડાવી શકાય તેવો સત્યનો ગ્રાહક અને પ. જિનવચનની રુચિવાળો– જિનવચનનું શ્રવણ કરવામાં રુચિવાળો-શ્રદ્ધાળુ. ધર્મ-શ્રવણ વિના સમકિતરત્ન નિર્મળ થતું નથી એમ સમજી હંમેશાં ધર્મશ્રવણ કરનારો. આ પાંચ પ્રકારો ત્રીજા લક્ષણના જાણવા. (૪૩)
૪. ઋજુ (શુદ્ધ) વ્યવહારી– “કપટરહિત'. આ ભાવશ્રાવકના ચોથા લક્ષણના ચાર પ્રકારો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org