________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૦૧ જિનમંદિર ભાવઆપત્તિઓને દૂર કરવાના ગુણવાળું કેવી રીતે છે તે જણાવે છે–
साहुनिवासो तित्थगर-ठावणा आगमस्स परिखुड्डी। इक्विकं भावावइनित्थरणगुणं तु भव्वाणं ॥५९ ॥ साधुनिवासस्तीर्थकरस्थापना आगमस्य परिवृद्धिः । પર્વ માવા નિસ્તરણપુ તુ પાનામ્ II ૧૬ II. ૨૦૬૪ ગાથાર્થ– જે ગામમાં દહેરાસર બનાવેલું હોય તો (૧) વિહારક્રમને અનુરૂપ વિચરતા સાધુ ભગવંતો તે ગામ આદિમાં નિવાસ કરે. વળી, (૨) એ જિનમંદિરમાં તીર્થકરની સ્થાપના થાય, તથા (૩) સાધુ ભગવંતના સંપર્કથી ગામવાસી પ્રાયઃ બધા શ્રાવકોની સદાગમ વૃદ્ધિસદ્ધોધની વૃદ્ધિ થાય. આ એક એક વસ્તુ લઘુકર્મી ભવ્યજીવો માટે ભાવાપદ નિસ્તરણ ગુણરૂપ જ બને છે. (મૂળમાં “તું પદ જકારાર્થક છે.) આમ પૃથ્વી વગેરે જીવોનો વધ હોવા છતાં જિનાયતન ભાવાપદ નિસ્તરણ ગુણવાળું છે. (૫૯) (ધર્મસંગ્રહણી ગા-૮૭૩)
સાધુનિવાસ વગેરે એક એક વસ્તુ ભાવઆપત્તિને દૂર કરવાના ગુણવાળી કેવી રીતે છે તે જણાવે છે–
साहूण वासा सद्धम्मदेसणा धम्मकायपरियरणं।
तित्थयरठावणाओ परमगुरुगुणागमो भणितो॥६०॥ - साधूनां (नि)वासात् सद्धर्मदेशना धर्मकायपरिचरणम् ।।
તીર્થસ્થાપનાતિઃ પરમમુળ મો પતિઃ || ૬૦ | - ૨૦૬ . ગાથાર્થ સાધુનો નિવાસ થાય, તો સાધુ પાસે ગયેલા કોક ભવ્યજીવને સદ્ધર્મની દેશના સાંભળવા મળે. તથા (સાધુનું શરીર ધર્મપ્રવૃત્તિમાં રત હોવાથી ધર્મકાય છે.) ધર્મકાયની પ્રાસુક(અચિત્ત) અને કલ્પનીય(=૪૨ દોષથી રહિત) ઔષધ આદિથી પ્રતિચારણા વેયાવચ્ચનો લાભ મળે. આ બંને દુસ્તર સંસારસાગરના વિસ્તરણ માટે કારણભૂત છે. તથા તીર્થકરની સ્થાપના(=જિનબિંબ પધરાવવા)થી તેના દર્શનથી પરમગુરુ તીર્થકરના વીતરાગતા આદિ ગુણોનો બોધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org