________________
૧૦૦
સંબોધ પ્રકરણ હિત કરે છે, તેવી રીતે જીવહિંસા પણ શુભયોગના નિમિત્તને ઉત્પન્ન કરનાર પૂજાથી પૂજકના હિતને કરે છે. (૫૫-૫૬) परिणामविसेसो वि हु, सुहबज्झगओ सुहफलो होति । ण उइयरो वेयवहो, उमिच्छस्स जह विष्पं ॥५७ ॥ परिणामविशेषोऽपि खलु शुभबाह्यगतः शुभफलो भवति । જ વિતરો વેવધતુ રૂંછલ્ય યથા વિપ્રમ્ II પછી ૨૦૬ર. ગાથાર્થ– પરિણામ વિશેષ પણ અવશ્ય શુભ બાહ્ય પદાર્થને અવલંબીને જ શુભ ફળવાળા તરીકે સંમત છે, વેદમાં કહેલ પંચેદ્રિય જીવોનો વધ (Gજીવવધનો પરિણામ) અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી. જેમ કે બ્રાહ્મણને મારનાર સ્વેચ્છનો પરિણામ વિશેષ શુભ ફળવાળો નથી.
વિશેષાર્થ– ભિલ્લો ચંડિકાદેવી વગેરેની આગળ બ્રાહ્મણનો ઘાત કરે છે. બાહ્ય પદાર્થના આલંબનવાળો આ પરિણામવિશેષ શુભફળવાળો નથી એમ વૈદિકો પણ માને છે. આથી જેમ પ્લેચ્છોનો બ્રાહ્મણઘાતપરિણામ અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી, તેમાં યજ્ઞમાં પંચેંદ્રિય જીવવધનો પરિણામ પણ અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી. (ધર્મસંગ્રહણી ગાથા-૮૭૦, પંચવસ્તુક ગાથા-૧૨૪૧ વગેરે) (૫૭)
सइ सव्वत्थाभावे, जिणाण भावावयाए जीवाणं । तेसि नित्थरणगुणं, पुढवाइवहे वि आययणं ॥५८ ॥ सदा सर्वत्राभावे जिनानां भावापदि जीवानाम् । तेषां निस्तरणगुणं पृथ्व्यादिवधेऽपि आयतनम् ॥ ५८ ॥ ૨૦૬૩ ગાથાર્થ– સર્વ ક્ષેત્રોમાં સદા તીર્થકરો ન હોય અને જીવોને ભાવ આપત્તિઓ(=સંક્લેશનું કારણ એવા રાગાદિ દોષો) તો હોય. જિનમંદિરમાં(=જિનમંદિરના નિર્માણમાં) પૃથ્વી આદિ જીવોનો વધ થતો હોવા છતાં જિનમંદિર જીવોની ભાવઆપત્તિઓને નિયમાં દૂર કરવાના ગુણવાળું છે. તેથી જિનમંદિર નિર્માણ આદિમાં પૃથ્વી વગેરેનો વધ હોવા છતાં પરિણામ શુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો છે. (૫૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org