________________
૯૫
શ્રાવક પ્રતિમા અધિકાર પરમાર્થનો વિચાર કરવામાં કુશળ (અથવા જુદા જુદા દર્શનોમાં કુશળ) અને ગુરુનું પ્રવચન સાંભળવામાં તત્પર હોય. (૪૦-૪૧) तिगरणतिजोगजुत्तं, सव्वं तदियरंच देसओ भणियं । सावज्जं सानुबंध, सावज्जं निरणुबंधं च ॥४२॥ त्रिकरण-त्रियोगयुक्तं सर्वं तदितरद् च देशतो भणितम् । સાવદ્ય સાનુવયં સાવદ્ય નિરનુવયં ા કર ... ૨૦૪૭ निरबंधमसावज्ज, साणुबंधं तहा असावज्जं । चउभेयं जं किच्चं, पच्चक्खाइ जहाजुग्गं ॥४३॥ निर्बन्धमसावधं सानुबन्धं तथाऽसावद्यम् । વાર્મેન્દ્ર યાં પ્રત્યાધ્યાતિ યથાયોગ્યમ્ ા કરૂ II . ૨૦૦૮ ગાથાર્થ– ત્રણ કરણથી અને ત્રણ યોગથી યુક્ત પ્રત્યાખ્યાન સર્વથી છે. તેનાથી બીજું (ત્રણ કરણ અને ત્રણયોગની ન્યૂનતાવાળું) પ્રત્યાખ્યાન દેશથી કહ્યું છે. સાવદ્ય હોય અને અનુબંધથી સહિત હોય, સાવદ્ય હોય અને અનુબંધથી રહિત હોય, અસાવદ્ય હોય અને અનુબંધથી રહિત હોય, અસાવદ્ય હોય અને અનુબંધથી સહિત આમ ચાર પ્રકારનું કાર્ય છે. તેનું યથાયોગ્ય પચ્ચકખાણ કરે.
વિશેષાર્થ– કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણથી અને મનવચન-કાયા એ ત્રણ યોગથી થતું પચ્ચકખાણ સર્વથી છે. આ ભાંગા સિવાય બીજા ભાંગાઓથી લેવાતું પચ્ચક્ખાણ દેશથી છે. સાવદ્ય એટલે હિંસાદિ પાપવાળું કાર્ય, નિરવઘ એટલે હિંસાદિ પાપથી રહિત. અનુબંધ એટલે ફળ, અથવા પરંપરા. મકાન બાંધવું વગેરે કાર્ય સાવદ્ય છે. જો તે કાર્ય રસપૂર્વક કરવામાં આવે તો પાપના અનુબંધવાળું થાય, રસ વિના કરે તો પાપથી-અનુબંધથી રહિત થાય. પ્રતિક્રમણાદિ કાર્ય અસાવદ્ય છે. જો તે ભાવથી કરવામાં આવે તો અનુબંધવાળું બને. ભાવથી રહિત કરવામાં આવે તો અનુબંધથી રહિત થાય. (૪૨-૪૩) - जेहिं कम्मादाणप्पमुहा जणणिंदणिज्जववहारा ।
पच्चक्खाया नियगिहवावारा वज्जिया सययं ॥ ४४.॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org