________________
ગુરુ અધિકાર વિભાગ-૨
- ૮૩ જેવું આપે તેવું ખાય છે, તે રીતે સાધુઓ આહાર વગેરેમાં સંતોષ રાખે છે આહાર વગેરે જેવું મળે છે તેવું રાગ-દ્વેષ વિના વાપરે છે.
૮. શ્વાન- જેવી રીતે શ્વાન રાત્રે ચોરો વગેરેથી રક્ષણ કરે છે તે રીતે સાધુઓ ઉપદેશ દ્વારા લોકોનું મોહરૂપ ચોરથી રક્ષણ કરે છે. જેવી રીતે શ્વાન પોતાના સ્વામીને વફાદાર રહે છે તે રીતે સાધુઓ પોતાના ગુરુને વફાદાર રહે છે=ગુર્વાજ્ઞાનું પાલન કરે છે. . ૯. કુકડો- જેવી રીતે કુકડો વહેલો જાગે છે તેમ સાધુઓ વહેલા (રાત્રિનો ચોથો પ્રહર થતાં) જાગી જાય છે અને સાધના કરે છે. જેવી રીતે કુકડો પોતાના પ્રતિપક્ષી કુકડાની સાથે લડે છે તે રીતે સાધુઓ મોહની સાથે લડે છે.
૧૦. દીપક–જેવી રીતે દીપક પ્રકાશ પાથરે છે તેમ સાધુઓ જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. જેવી રીતે દીપક અંધકારનો નાશ કરે છે તે રીતે સાધુઓ અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરે છે. જેવી રીતે દીપક પોતાની જ્યોતથી થયેલ મેષથી લોકોની ચક્ષુને નિર્મળ કરે છે તે રીતે સાધુઓ લોકોની શાનદષ્ટિ નિર્મળ કરે છે. : ૧૧. સુવર્ણ– પરિશિષ્ટમાં ૧૧ નંબરના ગુણોમાં સુવર્ણના ગુણોનું વર્ણન કર્યું છે.
૧૨. મોતી જેવી રીતે મોતી માળા આદિ રૂપે શોભા વધારે છે તેવી રીતે સાધુઓ શાસનની શોભા વધારે છે. જેવી રીતે મોતી શીતળતા આપીને ગરમી દૂર કરે છે તેવી રીતે સાધુઓ લોકોની કષાયની ગરમીને દૂર કરે છે. જેવી રીતે મોતી મસ્તકવેદનાને દૂર કરે છે તેમ સાધુઓ લોકોની માનસિક વેદનાઓને દૂર કરે છે.
૧૩. હસ– જેવી રીતે હંસ ભેગા મળેલા દૂધ અને પાણીને જુદા કરે છે તેમ સાધુઓ દૂધ-પાણીની જેમ ભેગા મળેલા કર્મ અને જીવને જ્ઞાનરૂપ વિવેકથી જુદા કરે છે. જેવી રીતે હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે, તે રીતે સાધુઓ સદા જ્ઞાનમાં નિમગ્ન રહે છે. ' ૧૪. બગલો– જેવી રીતે બગલો માછલાના ધ્યાનમાં રહે છે તે રીતે સાધુઓ સૂત્રાર્થના ચિંતનરૂપ ધ્યાનમાં રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org