________________
૮૨ .
સંબોધ પ્રકરણ ગાથાર્થ– મુનિઓ પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, મૃગ, ગધેડો, કૂતરો અને કૂકડાના જેવું કરનારા હોય છે. અર્થાત્ પૃથ્વી આદિમાં જે જે ગુણ છે તે તે ગુણ મુનિઓમાં હોય છે. મુનિઓ દીપક, સુવર્ણ, મોતી, હંસ, બગલો, વહાણ, શ્રીફળ જેવા હોય છે. તથા મુનિઓ શેરડી, શંખ, તુંબડું, ચંદન, બૃહસ્પતિ, મેઘ અને ચંદ્ર સમાન હોય છે. મુનિઓ વૃષભ, હાથી અને સિંહ જેવા અને સૂર્ય જેવા તેજસ્વી હોય છે. (આ પ્રમાણે મુનિઓના ૨૭ ગુણો છે.) '' : વિશેષાર્થ
૧. પૃથ્વી–ગુરુ અધિકારમાં ગાથા-૪માં વિશેષાર્થમાં આનું વિવેચન કર્યું છે.
૨. પાણી– જેવી રીતે પાણી મલિન વસ્તુઓને નિર્મળ કરે છે તેવી રીતે મુનિઓ કર્મથી મલિન જીવોને નિર્મળ કરે છે. જેવી રીતે પાણી ગરમીને દૂર કરે છે તેવી રીતે મુનિઓ કષાયોની ગરમીને દૂર કરે છે. જેવી રીતે પાણી તૃષાને દૂર કરે છે તેવી રીતે મુનિઓ જીવોની વિષયતૃષ્ણાને દૂર કરે છે. જેવી રીતે પાણી સ્નાન દ્વારા શ્રમને દૂર કરે છે, તેવી રીતે મુનિઓ જીવોના સંસારપરિભ્રમણના શ્રમને દૂર કરે છે.
૩. અગ્નિ- ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે. ૪. પવન- ગુરુ અધિકારમાં ગાથા-૪માં આનું વિવેચન કર્યું છે.
પ. વનસ્પતિ– જેવી રીતે વનસ્પતિઓ રોગોને દૂર કરે છે તેવી રીતે મુનિઓ રાગાદિદોષારૂપ રોગોને દૂર કરે છે. વૃક્ષો પણ વનસ્પતિ ગણાય. અનુયોગદ્વારમાં સાધુઓને વૃક્ષની ઉપમા આપી છે. વૃક્ષની ઉપમાનું વર્ણન ગુરુ અધિકાર ગાથા-૪માં કર્યું છે. ૬. મૃગ ગુરુ અધિકાર ગાથા-જમાં આનું વિવેચન કર્યું છે.
૭. ગધેડો- જેવી રીતે ગધેડો લાદેલા (=મૂકેલા) ભારને વહન કરે છે તે રીતે સાધુઓ પાંચ મહાવ્રતના ભારને વહન કરે છે. જેવી રીતે ગધેડો ઠંડી-ગરમી વગેરે સહન કરે છે તે રીતે સાધુઓ પણ સંયમમાં આવતા કષ્ટોને સહર્ષ સહન કરે છે. જેવી રીતે ગધેડો સંતોષ રાખે છેઃખાવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org