________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— જે ગચ્છમાં વિવિધ પ્રકારના પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાયવાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાય જીવોની મરણાંતે પણ મનથી પણ પીડા કરાતી નથી તેને ગચ્છ કહે છે.
૬૪
વિશેષાર્થ— જંગલ વગેરેમાં રહેલ પૃથ્વીકાય વ્યવહારથી સચિત્ત છે. ઉદુંબર વગેરે દૂધાળા વૃક્ષોની નીચે અને માર્ગમાં રહેલ પૃથ્વીકાય મિશ્ર છે. હળથી ખેડાયેલ પૃથ્વી તે જ ક્ષણથી અર્ધી ન સૂકાય ત્યાં સુધી ક્યાંક મિશ્ર હોય છે. ઠંડી, ગરમી, ક્ષાર, ખાતર, અગ્નિ, મીઠું, ઔષધિ, કાંજી અને સ્નેહરૂપ શસ્ત્રથી હણાયેલ પૃથ્વી અચિત્ત છે. તળાવ વગેરેમાં રહેલ પાણી વ્યવહારથી સચિત્ત છે. ઉકાળેલું પાણી ત્રણ ઉકાળા ન આવે ત્યાં સુધી મિશ્ર છે. વર્ષાદથી પડતું પાણી જમીનમાં પડતા જ મિશ્ર થાય છે. ચોખાનું (=ચોખાના ધોવાણનું) પાણી ઘણું સ્વચ્છ ન થાય ત્યાં સુધી મિશ્ર છે. ઘણું સ્વચ્છ થયા પછી અચિત્ત જ છે. ઇંટના નિભાડા આદિમાં રહેલો અને વીજળી વગેરે સંબંધી અગ્નિ નિશ્ચયથી સચિત્ત છે. અંગારા આદિનો અગ્નિ વ્યવહારથી સચિત્ત છે. મુર્મુર આદિ અગ્નિમિશ્ર છે. ભાત, શાક, રાંધેલા ભાત વગેરેનું પાણી અને ઓસામણ વગેરેનો અગ્નિ અચિત્ત છે. પૂર્વદિશા આદિનો વાયુ વ્યવહારથી ચિત્ત છે. સઘળો ય અનંત વનસ્પતિકાય નિશ્ચયથી સચિત્ત છે. પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારથી સચિત્ત છે. મ્યાન થયેલા ફળ-પુષ્પ-પાંદડાં મિશ્ર છે.
યતના આ પ્રમાણે છે—સચિત્ત પૃથ્વી-પાણી એ બેમાંથી કોઇ એકમાં જવું પડે તો પૃથ્વીમાં જવું. કેમ કે પાણીમાં નિયમા પૃથ્વી-ત્રસાદિ હોય છે. સચિત્ત પૃથ્વી અને વનસ્પતિમાં પૃથ્વીમાં જવું, વનસ્પતિમાં નહિ. કેમ કે વનસ્પતિમાં પૃથ્વીનો દોષ પણ સંભવે છે. સચિત્ત પૃથ્વી કે ત્રસ જીવો ઉપર ચાલવું પડે તો ત્રસરહિત પૃથ્વી ઉપર કે અલ્પ ત્રસવાળી પૃથ્વી ઉપર ચાલવું. જો નિરંતર ત્રસ જીવો હોય તો પૃથ્વી ઉપર ચાલવું. પાણી અને વનસ્પતિમાં વનસ્પતિવાળા રસ્તેથી જવું. કારણ કે પાણીમાં નિયમા વનસ્પતિ હોય છે. (૧૬૩) (ગચ્છાચાર પયજ્ઞો-ગાથા-૭૫)
૧. ગચ્છાચાર પયજ્ઞાની ૭૫મી ગાથામાં પૃથ્વીકાય આદિની સચિત્તતા આદિ અંગે વિસ્તારથી વર્ણન કર્યું છે. પણ અહીં તો વર્તમાનમાં સાધુ-સાધ્વીઓને સંયમ પાળવામાં ઉપયોગી બને તેટલું જ વર્ણન લીધું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org