________________
ગુરુ અધિકાર વિભાગ-૨ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो। गुणसयकलिओ एसो, पवयणउवएसओ सुगुरू ॥९७ ॥ स्वसमयपरसमयविद् गम्भीरो दीप्तिमान् शिवः सौम्यः । ગુણાતિત ઉષ: પ્રવરનોપરેશ : સુપુ: I ૬૭ | ... ૬૦૭ ગાથાર્થ– ઉત્તમદેશવાળા, ઉત્તમકુળવાળા, ઉત્તમજાતિવાળા અને ઉત્તમરૂપવાળા, વિશિષ્ટ સંઘયણવાળા, ધૈર્યવાન, અનાસંસી, અલ્પભાષી, અમાયાવી, સ્થિરપરિપાટી, આદેય વચનવાળા, જિતપર્ષદ, નિદ્રાના વિજેતા, મધ્યસ્થ દૃષ્ટિવાળા, દેશ-કાળ ભાવના જાણકાર, પ્રત્યુત્પન્ન મતિવાળા, અનેક દેશની ભાષાના જ્ઞાતા, જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા, સૂત્ર-અર્થ અને તદુભયમાં નિપુણ, ઉદાહરણહેતુ-ઉપનય અને નયોમાં કુશળ, ગ્રાહણાકુશળ, સ્વદર્શન અને પરદર્શનને જાણનારા, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી, સૌમ્ય સ્વભાવી ઇત્યાદિ સેંકડો ગુણોથી યુક્ત આચાર્ય જૈન પ્રવચનના રહસ્યને કહેવા માટે લાયક કહેવાય છે.
વિશેષાર્થ ઉત્તમદેશવાળા-મધ્યખંડના સાડા પચીસ દેશોમાં ઉત્પન્ન થયેલા. તેમાં ઉત્પન્ન થયેલાનું વચન શિષ્યો સુખપૂર્વક જાણી શકે છે. ઉત્તમકુળવાળા– ઇક્વાકુ વગેરે કુળો ઉત્તમ છે. ઉત્તમજાતિવાળામાતાની ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા. ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલો જીવ સ્વીકારેલા કાર્યનો કષ્ટને પામવા છતાં નિર્વાહ કરે છે. ઉત્તમરૂપવાળાઅહીં રૂપ શબ્દથી અંગોપાંગની સંપૂર્ણતા સમજવી. ઉત્તમ રૂપવાળો આદેય વાક્ય અને સર્વ ગુણોનો આશ્રય હોય છે. કેમ કે જ્યાં આકૃતિ (=રૂપ) હોય ત્યાં ગુણો વસે છે. વિશિષ્ટ સંઘયણવાળા– વાચના આદિમાં થાકે નહિ. ધૈર્યવાન– કાર્યમાં પ્રતિકૂળતાઓ આવે તો પણ ધીરજ ન ગુમાવે, કામને અધવચ્ચેથી મૂકી ન દે. અનાશંસી– શ્રોતાઓ પાસેથી અન્ન-વસ્ત્રાદિની આકાંક્ષાવાળો ન હોય.અલ્પભાષી–સ્વપ્રશંસા અને પરનિંદા ન કરે, નિરર્થક એક પણ વાત ન કરે. અમાયાવીઆહારાદિ માટે માયા કરનાર ન હોય. સ્થિરપરિપાટી–પરિપાટી એટલે સૂત્રાર્થનું પરાવર્તન. પ્રમાદરહિત હોવાના કારણે નિયમિત સૂત્રાર્થનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org