________________
૪૪ .
, સંબોધ પ્રકરણ પરાવર્તન કરનારા હોય. આદેય વચનવાળા- શિષ્યો વગેરે તેમનું વચન. સ્વીકારે. જિતપર્ષદ– વાદીની સભાને જીતનારા. નિદ્રાના વિજેતાસૂત્રાર્થનું પરાવર્તન કરવાનો ઘણો સમય મળવાથી સૂત્રાર્થ ભૂલી ન જનારા. મધ્યસ્થ– રાગ-દ્વેષ રહિત હોવાથી શિષ્યોમાં સમાન ચિત્તવાળા, દેશ-કાળ ભાવોના જાણકાર– દેશ-કાળ આદિ પ્રમાણે વિહાર કરે. પ્રત્યુત્પન્ન મતિવાળા– પ્રશ્ન આવતાંની સાથે જ ઉત્તર આપવામાં સમર્થ હોવાથી શાસન પ્રભાવના કરે. અનેક દેશોની ભાષાના જ્ઞાતા- તે તે દેશની ભાષા પ્રમાણે બોલવાના કારણે શિષ્યાદિને સારી રીતે સમજાવી શકે. જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા- પોતે ઉદ્યમી હોય તો શિષ્યોને પણ ઉદ્યમવાળા બનાવી શકે. સૂત્ર-અર્થ અને તદુભયમાં નિપુણ– આવા જ ગુરુ અનુયોગ (=વ્યાખ્યાન) કરવાને યોગ્ય છે. ઉદાહરણ-હેતુ-ઉપનય-નયોમાં કુશળ– ઉદાહરણ એટલે દષ્ટાંત. હેતુ એટલે યુક્તિ. ઉપનય એટલે ઘટાવવું. પંચાવયવન્યાયના વાક્યોમાંનું એક વાક્ય. નૈગમ વગેરે નળ્યો છે. ગ્રાહણાકુશલ– બીજાને ગ્રહણ કરાવવામાં=સમજાવવામાં કુશળ. સ્વદર્શન-પરદર્શન જાણનારાપરવાદીઓથી જીતી ન શકાય. ગંભીર– વિશાળ ચિત્તવાળા. છીછરા (તુચ્છ) હૃદયવાળો છૂપાવવા યોગ્ય ભાવોને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિ વર્ગ પોતાના દૂષણો તેમને જણાવી શકે નહિ, અગર જણાવે તો તે જાહેર થવાથી તેની હલકાઇ થાય, ઇત્યાદિ કારણે પણ ગુરુ ગંભીર જોઇએ. અનાદિ મોહાધીન જીવો પોતાના આંતર દૂષણોને ટાળી આત્મશુદ્ધિ માટે તો ગુરુનો આશ્રય કરે, છતાં જો દૂષણો ગુરુને જણાવી શકે નહિ તો આત્મશુદ્ધિ શી રીતે થાય? વળી તે જણાવેલા દોષો ગુપ્ત ન રહે તો તે સાધુ પ્રત્યે બીજાઓને સદ્ભાવ-પૂજયભાવ વગેરે પણ શી રીતે પ્રગટે? અને પરસ્પરના સદૂભાવ વિના આરાધક શી રીતે થાય? પોતે પણ શુભાશુભ પ્રસંગે હર્ષ-શોકને વશ થાય તો આરાધક શી રીતે બને ? માટે ગુરુપદને યોગ્ય સન્માનાદિ મળવા છતાં કે તેની જવાબદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હર્ષ-વિષાદ ન થાય તેવી ગંભીરતા ગુરુમાં આવશ્યક છે. (ધર્મસંગ્રહ ભાષાંતર) દીતિમાનપ્રતાપવાળા હોય, જેથી બીજાઓ પરાભવ ન કરે. કલ્યાણકારી– વિશિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org