________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– જેમણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો છે, જે ગીતાર્થ છે, વાત્સલ્યવાળા છે અને સારા આચારવાળા છે, જેમણે ગુરુકુલવાસનું સેવન કર્યું છે અને અનુવૃત્તિ તત્પર છે તેને ગુરુ કહ્યા છે.
વિશેષાર્થ– અનુવૃત્તિતત્પર=શિષ્યના સ્વભાવને અનુકૂળ બનીને શિષ્યના આત્માનું રક્ષણ કરનાર.
શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળ માર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્ભાવનાના બળે એ દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઇ આખરે શિષ્ય આજ્ઞા વિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઇએ. આની પણ મર્યાદા જોઇએ, અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે, માટે તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઇએ. હૃદય મીઠું જોઇએ. આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી. (૯૩) देसकुलजाईरूवी, संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमाई, थिरपरिवाडी गहियवक्को ॥ ९४ ॥ देशकुलजातिरूपी संहननी धृतियुक्तोऽनाशंसी । अविकत्थनोऽमायी स्थिरपरिपाटिर्गृहीतवाक्यः ॥ ९४ ॥ जियपरिसो जियनिद्दो, मज्झत्थो देसकालभावन्नू । आसण्णलद्धपइभो, नाणाविहदेसभासण्णू ॥ ९५ ॥ जितपरिषद् जितनिद्रो मध्यस्थो देशकालभावज्ञः । आसन्नलब्धप्रतिभो नानाविधदेशभाषाज्ञः ॥ ९५ ॥ पंचविहे आयरे, जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहेउउवणयणयणिउणो गाहणाकुसलो ॥ ९६ ॥ पञ्चविधे आचारे युक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । આહરળ-હેતૂપનયનિપુળો પ્રાહળાશત: II ૬૬ ॥
૪૨
Jain Education International
For Personal & Private Use Only
...............
६०४
६०५
६०६
www.jainelibrary.org