________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— ઇત્યાદિ ભેદોવાળા મૈથુન કાર્યને બ્રહ્મચર્યની ગુપ્તિ રૂપ સામર્થ્યથી અને સર્વ સંગોથી (=વિષય આદિ પ્રત્યેના સર્વ પ્રકારના રાગનો ત્યાગ કરીને) ક્યારેય ન ઇચ્છે. (૬૭)
૩૪
वसहि १ कह २ निसिज्जिं ३ दिय ४- कुडुंतर ५ पुव्वकीलिय ६ पणीये ७ । अइमायाहार ८ भूसण ९ नवगुत्ती बंभचेरस्स ॥ ६८ ॥
વસતિ-થા-નિષઘેન્દ્રિય-ચાન્તર-પૂર્વીડિત-પ્રળીતાનિ 1 अतिमात्राहारो भूषणं नवगुप्तयो ब्रह्मचर्यस्य ॥ ६८ ॥
...... ૧૭૮
ગાથાર્થ— વસતિ, કથા, નિષદ્યા, ઇંદ્રિય, કુડ્યાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત, અતિમાત્રાહાર અને વિભૂષા એ (નવનો ત્યાગ કરવો તે) બ્રહ્મચર્યની નવં ગુપ્તિઓ છે.
વિશેષાર્થ– (૧) વસતિ– બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ કે પંડક (નપુંસક) હોય તેવા સ્થાને નહિ રહેવું તે. એના કારણો વગેરેનો વિસ્તાર પચીસ ભાવનાઓના વર્ણનમાં જણાવ્યો છે. (૨) કથા ત્યાગ— કેવળ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મદેશનારૂપે વાક્યરચના અર્થાત્ કથા સંભળાવવી નહિ, અથવા સ્ત્રીઓના રૂપ, રંગ વગેરેની વાતો કરવી નહિ તે. (૩) નિષદ્યાગુપ્તિ આસન ત્યાગ, અર્થાત્ સ્ત્રીઓની સાથે એક આસને બેસવું નહિ. કારણ કે સ્ત્રીએ વાપરેલા આસને બેસવાથી પુરુષને ચિત્તમાં વિકાર થવાનો સંભવ છે. સ્ત્રીઓએ પણ પુરુષે વાપરેલા આસને ત્રણ પ્રહર સુધી બેસવું નહિ તે. કહ્યું છે કે—
पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविस | इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥ १ ॥
ભાવાર્થ— “પુરુષે વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું અને સ્ત્રીએ વાપરેલા આસને બેસવામાં પુરુષે બે ઘડીનો ત્યાગ કરવો, અર્થાત્ બે ઘડી સુધી નહિ બેસવું.”
(૪) ઇંદ્રિય– ઇન્દ્રિયોને અને ઉપલક્ષણથી સ્ત્રીનાં અંગોપાંગ સ્તન, કટિભાગ, સાથળ વગેરે અવયવોને ફાટે ડોળે (સ્થિર દૃષ્ટિએ) નહિ જોવા. કારણ કે, એ રીતે જોવાથી કામવાસના જાગે છે. આ ઇન્દ્રિયોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org