SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગુરુ અધિકાર વિભાગ-૨ છે') વગેરે બોલવું અને “અભિગ્રહતા એટલે આ ઘટ છે, (આ પદ છે.) વગેરે વસ્તુનો નિર્ણય કરીને બોલવું એવો પણ અર્થ સમજવો. ૧૦. સંશયકરણી– અનેક અર્થનું જ્ઞાપક જે વચન બોલવાથી સાંભળનારને સંશય થાય તેવું બોલવું. જેમ કે– સૈધવ લાવ એમ કહેવાથી શ્રોતાને લૂણ, પુરુષ કે ઘોડો શું માગે છે? એ નિશ્ચિત ન થાય, કિન્તુ સંશય થાય; કારણ કે–સૈન્ધવ શબ્દના એ દરેક અર્થો થાય છે, માટે તેવી ભાષાને સંશયકરણી સમજવી. ૧૧. વ્યાકૃતા– સ્પષ્ટ અર્થવાળી. જે વચન બોલવાથી શ્રોતાને સ્પષ્ટ (નિશ્ચિત) જ્ઞાન થાય. ૧૨. અવ્યાકૃતાઅતિ ગંભીર (ગહન) શબ્દાર્થવાળી કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરોવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. પ્રવૃત્તિને ધારણ કરનારા એટલે લોકવ્યવહારરૂપ પ્રવૃત્તિને ધારણ કરનારા, લોકવ્યવહારરૂપસઘળી પ્રવૃત્તિ આ બાર ભેદોથી થાય માટે આધારભેદો પ્રવૃત્તિને ધારણ કરનારા છે. માટે આભાષાને વ્યવહ રભાષા કહેવામાં આવે છે. (૫૫-૫૬) (પ્રવચન સારોદ્ધાર ગા-૮૯૪-૮૯૫) कालतियं ई वयणतियं ३ लिंगतियं ३ तह परोक्खपच्चक्खं २॥ उवणय १२ विवज्जय १३ अवभाव १४ अवणय १५ अझत्थसोलसमं१६ ॥५७ ॥ कालत्रिकं वचनत्रिकं लिङ्गत्रिकं तथा परोक्षप्रत्यक्षम् । ૩૫નો વિપર્યયા-ડપમાવા-૭૫નયમધ્યાત્મ છોડશમ્ II ૧૭ | .... પ૬૭ ગાથાર્થ– કાળત્રિક, વચનત્રિક, લિંગત્રિક, પરોક્ષ, પ્રત્યક્ષ, ઉપનય, વિપર્યય એટલે અપનય, અપભાવ એટલે ઉપનય-અપનય, અપનય એટલે અપનય-ઉપનય અને અધ્યાત્મ એમ સોળ વચનો છે. વિશેષાર્થ– ૧. સોળ વચનો આ પ્રમાણે છે– ૩. કાલત્રિકભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ સંબંધી વચન બોલવું તે. જેમ કે– ગયો, જાય છે, જશે'. ૬. વચનત્રિક- એકવચન, દ્વિવચન કે બહુવચન સંબંધી વચન બોલવું તે. જેમ કે–બાળક, બે બાળકો, ઘણા બાળકો'. ૯. લિંગત્રિક–પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ સંબંધી વચન બોલવું તે. જેમ કે-છોકરી, છોકરી, છોકરું'. ૧૦. પરોક્ષપરોક્ષસૂચક વચન બોલવું તે. જેમ કે તે છોકરો'. અહીં ‘ત' પદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy