________________
ગુરુ અધિકાર વિભાગ-૨ પ. અજીવમિશ્રિત– જેમ કે–જેમાં ઘણાં મરેલાં અને થોડાં જીવતાં હોય તેવા સમૂહને અજીવસમૂહ કહેવો. અજીવને આશ્રયીને એવું બોલાય માટે “અજીવમિશ્રિત'. ૬. જીવાજીવમિશ્રિત– તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના “આટલાં જીવતાં છે અને આટલાં મરેલાં છે' એવું નિશ્ચય વાક્ય બોલવું. તે જીવાજીવમિશ્રિત. ૭. અનંતમિશ્રિત– “મૂલા વગેરે કોઈ અનંતકાયને તેનાં જ પાંદડા પાકી ગયા હોય ત્યારે કે બીજી કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થયેલો હોય ત્યારે, “આ સઘળો અનંતકાય છે” એમ બોલવું તે અનંતમિશ્રિત સમજવું.૮.પ્રત્યેકમિશ્રિતએ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિને અનંતકાય સાથે મિશ્રિત જોઈને “આ બધો સમૂહ પ્રત્યેક છે' એમ બોલવું તે પ્રત્યેકમિશ્રિત જાણવું.૯ અદ્ધામિશ્રિતતથા “અદ્ધા એટલે કાળ, તે અહીં પ્રસંગાનુસાર દિવસ અથવા રાત્રિનો સમજવો, તેનાથી મિશ્રિત તે અદ્ધામિશ્રિત. જેમ કે–“એક માણસ કોઈ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં બોલે કે-“રાત્રિ પડી' (અથવા રાત્રે પણ કોઈને જગાડવા માટે કહે છે કે દિવસ ઉગ્યો) તે અદ્ધામિશ્રિત કહેવાય. ૧૦. અદ્ધાદ્ધામિશ્રિત– દિવસ કે રાત્રિનો એક ભાગ તે અદ્ધાદ્ધા કહેવાય. તેમાં બીજાને શીઘ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ એક બોલે કે– જલદી કર, મધ્યાહ્ન થયો' (એમ રાત્રિ માટે પણ સ્વયં વિચારી લેવું), એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી. એ દશ ભેદો ત્રીજી ભાષાના કહ્યા. (૫૪) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૯૩)
आमंतणि १ आणवणी २-जायणि ३ तह पुच्छणी य ४ पन्नवणी ५। पच्चक्खाणी ६ इच्छा-णुलोमभासा ७ अभिग्गहिया ८॥५५॥ आमन्त्रणी आज्ञापनी याचनी तथा पृच्छनी प्रज्ञापनी। પ્રયાળાની રૂછીનુHોનમાવા ગમગૃહીતા | પર્વ I ..... अणभिग्गहणी ९ संसय-करणी १० वोगड ११ अवोकडा १२ भासा । एया असच्चमोसा, बारसभेया पवित्तिधरा ॥५६ ॥ अनभिगृहीता संशयकरणी व्याकृता अव्याकृता भाषा। હતા ત્યામૃષા દાદાખેરા: પ્રવૃત્તિધરા: II પદ્દ I..... .५६६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org