________________
સંબોધ પ્રકરણ
उप्पण्ण १ विगय २ मीसग ३-जीवा ४ जीवे ५ अउभयमिस्सा य६। मिस्साणंत ७ परित्ता ८-अद्धा ९ अद्धद्ध १० सच्चमुसा ॥५४॥ ઉત્પન્ન-જીવાત-પિશ્ર–નીવાની પમિશ્રા વા મિશ્રાનન્ત-પૂજા-ડદ્ધા-દ્ધાદ્ધ સત્યાગૃષા II ૧૪ .. પ૬૪
ગાથાર્થ– ઉત્પન્નમિશ્રા, વિગતમિશ્રા, ઉત્પન્નવિગતમિશ્રા, જીવમિશ્રા, અજીવમિશ્રા, જીવાજીવમિશ્રા, અનંતમિશ્રા, પ્રત્યેકમિશ્રા, અદ્ધામિશ્રા, અદ્ધાદ્વામિશ્રા એમ દશ પ્રકારે સત્યમૃષાભાષા છે.
વિશેષાર્થ– આ ગાથાનો “વીસા=મિશ્રિત’ શબ્દ પ્રત્યેકની સાથે સંબંધવાળો હોવાથી “ઉત્પન્નમિશ્રિત' વગેરે સમજવું. ૧. ઉત્પન્નમિશ્રિતતેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે બોલાય તે ઉત્પન્નમિશ્રિત. જેમ કે—કોઈ ગામમાં ઓછાં કે અધિક બાળકોનો જન્મ થવા છતાં, “આજે અહીં દશ બાળકો જન્માં' ઇત્યાદિ વ્યવહારથી અનિશ્ચિત બોલવું. તેમાં સત્ય સાથે અસત્ય પણ છે જ. એમ “કાલે હું તને સો (રૂપિયા) આપીશ' એવું કહીને જો બીજે દિવસે પચાશ રૂપિયા, આપે, તો પણ લોકમાં તે મૃષાવાદી મનાતો નથી અને વસ્તુતઃ બાકીના પચાશ રૂપિયા ન આપ્યા તેટલા અંશમાં જૂહાપણું તો છે, માટે તેવી ભાષાને ઉત્પન્નમિશ્રતા સમજવી. એમ આંશિક સત્યાસત્ય બીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું. ૨. વિગતમિશ્રિત– મરણાદિ માટે એવું કહેવું તે વિગતમિશ્રિત. જેમ કે–મરેલા માણસોની સંખ્યા ન્યૂનાધિક હોવા છતાં કહેવું કે–“આજે ગામમાં દશ માણસો મરી ગયા, એમ મરણાદિ “ગતભાવોને આશ્રયીને મિશ્રવચન બોલાય તે વિગતમિશ્રિત સમજવું. ૩. ઉત્પન્નવિગતમિશ્રિત– ઉત્પન્ન-વિગત ઉભયને આશ્રયીને મિશ્ર બોલવું તે ઉત્પન્નવિગતમિશ્રિત. જેમ કે-આજે દશ માણસો જન્મ્યા અને દશ મર્યા, વગેરે કહેવું. તેમાં ન્યૂનાધિક જન્મ-મરણ થવા છતાં વ્યવહારથી સત્ય મનાય છે અને વસ્તુતઃ અસત્ય છે, એમ બે અંશો હોવાથી મિશ્રિત જાણવું. ૪. જીવમિશ્રિત– જેમ કે—કોઈ એક ઢગલામાં ઘણા જીવો જીવતાં હોય અને થોડા મરેલાં પણ હોય, એવા ભેગાં રહેલાં “શંખ-શંખનક' વગેરેના ઢગલાને જીવનો ઢગલો કહેવો તે જીવમિશ્રિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org