________________
ગુરુ અધિકાર વિભાગ-૨
क्रोधे माने मायायां लोभे प्रेम्णि तथैव द्वेषे च। હાચે રે ગાયાયિૌપયાને નિતા રાધા II પરૂ I . .... ૧૬૨
ગાથાર્થ– ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપઘાતથી નીકળેલી એમ દશ પ્રકારે અસત્ય ભાષા છે.
વિશેષાર્થ– ગાથામાં કહેલા “નિસિગા=નિવૃત શબ્દનો ‘ક્રોધ વગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબંધ હોવાથી જોનિવૃત' એટલે ક્રોધથી નીકળેલી (બોલાયેલી) વગેરે અર્થ કરવો. ૧. ક્રોધ અસત્ય- તેમાં ક્રોધથી એટલે વિસંવાદી બુદ્ધિથી બોલનારો જો સત્ય બોલે, તો પણ તે અસત્ય જ છે. જેમ કે-ક્રોધથી ‘દાસ ન હોય તેને દાસ' (કે દાસને પણ ક્રોધથી દાસ) કહેવો તે અસત્ય છે, એમ ક્રોધથી બોલાય તે સત્ય કે અસત્ય ભાષાને પણ ક્રોધ અસત્ય સમજવું. ૨. માન અસત્ય- એ પ્રમાણે જે સ્વામી ન હોય, તેવો પણ માનથી પોતાને બીજાનો સ્વામી કહે, વગેરે માન અસત્ય. ૩. માયા અસત્ય-બીજાને ઠગવાના આશયથી (માયાથી) બોલાય તે માયા અસત્ય. ૪. લોભ અસત્ય-લોભથી બોલાય તે લોભ અસત્ય. જેમ કે–અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવો વગેરે. ૫. પ્રેમ અસત્ય પ્રેમથી બોલાય તે પ્રેમ અસત્ય. જેમ કે-(કામરાગથી) સ્ત્રીને કહેવું કે– હું તારો દાસ છું” વગેરે. ૬. દ્વેષ અસત્ય- દ્વેષથી બોલાયેલી ભાષા તે દ્વેષ અસત્ય. જેમ કે-મત્સરી (ખારીલો) ગુણવાનને પણ “આ નિર્ગુણી છે એમ કહે વગેરે. ૭. હાસ્ય અસત્ય- હાસ્યથી બોલાય તે હાસ્ય અસત્ય. જેમ કે હાંસી-મશ્કરીથી “પણને પણ દાતાર' કહેવો વગેરે. ૮. ભય અસત્ય- ભયથી બોલાય તે ભય અસત્ય. જેમ કે–ચોર વગેરેના ભયથી (ગભરાઇને) જેમ-તેમ બોલવું. ૯. આખ્યાયિકા અસત્ય- “આખ્યાયિકા એટલે કથા (વાર્તા), કોઈ વાત કરતાં ન બન્યું હોય તેવું પણ બોલવું તે આખ્યાયિકા અસત્ય. ૧૦. ઉપઘાત અસત્યઉપઘાત એટલે હૃદયના આઘાતથી બોલાય તે ઉપઘાત અસત્ય. જેમ કે
કોઈ ચોર કહે ત્યારે તું ચોર છે' ઇત્યાદિ અસભ્ય બોલવું. એ દશ પ્રકારો - અસત્ય ભાષાના કહ્યા. (૫૩) (પ્રવચન સારદ્વાર ગા-૮૯૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org