________________
૨૪ -
- સંબોધ પ્રકરણ રૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય. જેમ કે–દંભથી પણ યતિનો વેષ
સ્વીકાર્યો હોય, તેને વેષ માત્રથી યતિ કહેવો ઇત્યાદિ રૂપસત્ય. ૬. પ્રતીત્યસત્ય- વસ્તુના અંતરને આશ્રયીને બોલાય તે પ્રતીત્યસત્ય. જેમ કે–અનામિકા અંગુલિ કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ નાની છે, તેને તે રીતે નાની કે મોટી કહેવી તે અન્ય અંગુલિને આશ્રયીને કહેવાય છે, માટે તે પ્રતીત્યસત્ય જાણવું. ૭. વ્યવહાર સત્યલોકવિવક્ષારૂપ વ્યવહારથી બોલાય તે વ્યવહાર સત્ય જેમ કે–પર્વત બળે છે, ભાજન ગળે છે (ઝમે છે), કન્યા અનુદરા (પેટ વિનાની) છે, બકરી રોમ (વાળ) વિનાની છે, વગેરે (સાચું નથી, વસ્તુતઃ તો વૃક્ષો બળે છે, પાણી ઝમે છે, કન્યા દુબળા પેટવાળી છે, બકરીને વાળ અલ્પ છે, તો પણ) લોકવ્યવહાર એવો ચાલે છે માટે એવું બોલવું તે, વ્યવહારસત્ય. એ પ્રમાણે સાધુએ પણ વ્યવહારને અનુસારે બોલવું તે વ્યવહારસત્ય ગણાય, એમ ભાવાર્થ સમજવો. ૮. ભાવસત્ય– “ભાવ” એટલે વર્ણ (ગુણ) વગેરેની અપેક્ષાએ સત્ય મનાય તે ભાવસત્ય. જેમ કે જયાં જે વર્ણ-ગુણ વગેરે ભાવો ઉત્કટ (વધારે કે દઢ) હોય, તેનાથી તેને તેવું માનવું. દષ્ટાન્તરૂપે શંખમાં પાંચેય વણે છતાં શુક્લવર્ણની ઉત્કટતા હોવાથી તેને શુક્લ કહેવો, (કે–ભ્રમરમાં પાંચેય વર્ણો છતાં કૃષ્ણની ઉત્કટતા હોવાથી તેને કૃષ્ણ કહેવો), વગેરે ભાવસત્ય. ૯. યોગસત્યયોગ' એટલે સંબંધની અપેક્ષાએ સત્ય મનાય તે યોગસત્ય. જેમ કે– છત્ર રાખનારો કોઈ વાર છત્ર વિનાનો પણ હોય, છતાં તેને “છત્રી' (કે દંડ રાખનારાને કોઈ વાર દંડનો અભાવ હોય છતાં દંડી) કહેવો, વગેરે યોગસત્ય. ૧૦. ઉપમા સત્ય- ઔપચ્ચ=ઉપમાથી સત્ય મનાય તે
પમ્પસત્ય'. જેમ કે–મોટા તળાવને સમુદ્ર જેવું કહેવુ (વિશેષ ધનવાળાને કુબેર કહેવો, બુદ્ધિહીનને પશુ કહેવો), વગેરે ઉપમાસત્ય. આ દશ ભેદો સત્યભાષાના કહ્યાં. (૫૨) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૯૧)
कोह १ माण २ माया ३ लोह ४ पेज्ज ५ तहेव दोसे य ६। हास७ भए ८ अक्खाइअ९ उवधाए १० निस्सिया दसहा॥५३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org