________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૨૩
ગાથાર્થ— કારણ ઉત્પન્ન થયે છતે ચારે પ્રકારની ભાષા બોલે, પણ જીવોનો ઘાત થાય તેવી ભાષા ન બોલે. સંયમરૂપી પ્રાણોનો ઘાત કરનારી સત્ય પણ ભાષા ન બોલવી. (૫૧)
जणवय १ सम्मय २ ठवणा ३, नामे ४ रूवे ५ पडुच्च ६ ववहारे ७ । भावे ८ जोगे ९ ओवमसच्चे १० सच्चा भवे दसहा ॥ ५२ ॥
...............?
जनपद-सम्मत-स्थापनायां नाम्नि रूपे प्रतीत्यव्यवहारे । भावे योगे औपम्यसत्ये सत्या भवेद् दशधा ॥ ५२ ॥ ગાથાર્થ સત્યભાષા, જનપદ, સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત્ય, વ્યવહાર, ભાવ, યોગ અને ઔપમ્ય એમ દશ પ્રકારે છે.
ન
વિશેષાર્થ— ૧. જનપદસત્ય– તે તે દેશોમાં જે ભાષા જે અર્થમાં રૂઢ થયેલી હોય, તેનાથી અન્ય દેશમાં તે અર્થમાં ન વપરાતી હોય તો પણ તેને ‘સત્ય’ માનવી, તે જનપદસત્ય. જેમ કે– કોંકણ વગેરે દેશોમાં પાણીને ‘પેચ્ચ’ કહેવાય છે. આનું સત્યપણું એ કારણે છે કે— લોક તે તે શબ્દો સાંભળીને તે તે દેશમાં તે તે વ્યવહારો કરે છે, અર્થાત્ વ્યવહારમાં (પ્રવૃત્તિમાં) હેતુ છે. બીજા પ્રકારોમાં પણ એ રીતે ભાવાર્થ સમજી લેવો. ૨. સંમતસત્ય– સર્વલોકમાં સામાન્યરૂપે સત્ય તરીકે પ્રસિદ્ધ=સંમત હોય, તે સંમતસત્ય. જેમ કે—કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ, એ બધાં પંકજ છે, અર્થાત્ કાદવમાં ઉપજે છે, તો પણ ગોવાળિયા(સામાન્ય લોકો)ને અરવિંદ જ ‘પંકજ' તરીકે માન્ય છે, બીજાઓને તેઓ ‘પંકજ’ માનતા નથી. એમ અરવિંદનું પંકજ નામ સર્વને સંમત હોવાથી તે સંમતસત્ય જાણવું. ૩. સ્થાપનાસત્ય સ્થાપનાથી સત્ય. જેમ કે–એકના આંકની પછી બે મીંડાં મૂકવાથી સો (૧૦૦), ત્રણ મીંડા લખવાથી હજાર (૧૦૦૦) વગેરે મનાય છે તે, અથવા ચૂનાના લેપથી, ચિત્રથી, ઘડતરથી, એમ વિવિધ રીતે બનાવેલી તે તે પ્રતિમાઓમાં ‘અરિહંત’ વગેરે વિકલ્પ કરવો, ઇત્યાદિ તે તે અક્ષરોના આકારને કે ચિત્ર-મૂર્તિ વગેરેને તે તે અરિહંતાદિ તરીકે માનવા તે, સ્થાપનાસત્ય. ૪. નામસત્ય માત્ર નામથી સત્ય તે ‘નામસત્ય’. જેમ કે—કુળને નહિ વધારનારનું પણ નામ ‘કુલવર્ધન’ રખાય અને મનાય વગેરે નામસત્ય. ૫. રૂપસત્ય—
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org